તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:જુનાડીસા કોલેજ 10 માસથી બંધ હોવા છતાં ફી ઉઘરાવતા વિદ્યાર્થીઓમાં રોષ

ડીસા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફી લેવામાં પણ વ્હાલા-દવાલાની નિતિ અપનાવતા હોવાનો આક્ષેપ

જુનાડીસા ગામની ઓસવાલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કોરોના મહામારીમાં બંધ હોવા છતાં પુરેપુરી ફી ઉઘરાવવામાં આવતાં વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપી જવા પામી છે. ડીસાના જુનાડીસા સ્થિત કોલેજ કોરોનાની મહામારીના લીધે છેલ્લાં 10 મહિના થી બંધ હતી અને તાજેતરમાં જ કોલેજ શરૂ થઇ છે ત્યારે કોલેજ સંચાલકો દ્વારા પુરેપુરી ફી ઉઘરાવવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત એનરોલમેન્ટ ફોર્મના પણ અલગથી 100 રૂપિયા લેવામાં આવે છે જેની પાવતી પણ આપવામાં આવતી નથી તેમજ ફી લેવામાં પણ વ્હાલા-દવાલાની નિતિ અપનાવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ આચાર્યને રજૂઆત કરે તો કોલેજમાં થી દુર કરવાની ચિમકી આપવામાં આવી રહી છે.

આ અંગે કોલેજના વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે ‘કોલેજ બંધ હોવા છતાં પૂરેપૂરી ફી વસૂલવામાં આવે છે તેમજ સંચાલકો દ્વારા વ્હાલા-દવાલાની નીતિ અપનાવવામાં આવી રહી છે. જુનાડીસા કોલેજમાં અન્ય કોલેજો કરતાં પણ વધુ ફી વસૂલવામાં આવે છે .’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો