તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરજી નામંજુર:રાજસ્થાનથી કતલખાને લઇ જવાતાં 40 ગધેડા કાંટ પાંજરાપોળમાં રાખવા આદેશ

ડીસા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગધેડા છોડાવવા માલિકે ડીસા કોર્ટમાં કરેલી અરજી નામંજૂર

એક મહિના અગાઉ ડીસા નજીકથી કતલખાને લઇ જવાતા 40 ગધેડાને જીવદયા પ્રેમીઓએ ઝડપી કાંટ પાંજરાપોળમાં રાખવામાં આવ્યા હતાં. જો કે, ગધેડાને છોડાવવા માટે માલિક દ્વારા ડીસા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પરંતુ અરજી નામંજુર કરી કાંટ પાંજરાપોળમાં રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.

ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનથી ઘેટા-બકરાની સાથે સાથે ગધેડાઓને પણ કતલખાને ધકેલવામાં આવતાં હોવાનું બહાર આવ્યું છે. તાજેતરમાં રાજસ્થાનના બાડમેરથી હૈદરાબાદ કતલખાને લઇ જતાં 40 ગધેડા ભરેલી ટ્રક ડીસાના જીવદયા પ્રેમીઓએ ડીસા નજીકથી ઝડપી પાડી ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. આથી પોલીસે ઘટના સ્થળે દોડી આવી ગધેડાને ડીસાની કાંટ પાંજરાપોળમાં રાખવા મોકલી આપવામાં આવ્યા હતા.

જો કે, થોડા સમય બાદ ગધેડાના માલિકએ ગધેડા છોડાવવા માટે ડીસા કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી અંગે ડીસાના જયુડિશિયલ મેજીસ્ટ્રેટ (ફ.ક.) એસ.બી.દેવડાએ પક્ષકારોની સાંભળી સુનાવણી કરવામાં આવી હતી. જેમાં હાલ પુરતાં ગધેડાને કાંટ પાંજરાપોળમાં રાખવા આદેશ કરવામાં આવ્યો છે અને ગધેડાના માલિકની અરજી નામંજૂર કરવામાં આવી છે. કાંટ પાંજરાપોળ તરફે વકીલ ગંગારામભાઇ પોપટ રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...