તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ડીસાની આકાશ વિલા સોસાયટીમાં બોર બનાવવાની કામગીરીનો વિરોધ

ડીસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોમન પ્લોટમાં નગરપાલિકા દ્વારા બોર બનાવાતાં રોષ,કામ સત્વરે બંધ નહીં કરાય તો રહીશોની આંદોલનની ચીમકી

ડીસાની આકાશ વિલા સોસાયટીમાં કોમન પ્લોટમાં પાણીનાં નવા બોર બનાવવાની કામગીરીનો રહીશોએ વિરોધ કર્યો છે અને બોરનું કામ સત્વરે બંધ નહિ કરાય તો રહીશોની આંદોલનની ધમકી ઉચ્ચારી છે.

આકાશ વિલા સોસાયટીમાં પાણીનાં બોર બનાવવાને લઈને વાદ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે નગર પાલિકા દ્વારા તાજેતરમાં સોસાયટીના કોમન પ્લોટમાં નવિન બોર બનાવવાની કામગીરી ચાલું કરવામાં આવી છે પરંતુ નગરપાલિકા દ્વારા જ્યાં બોર બનાવાય છે તે લોકોને નડતરરૂપ છે એ બાબતે શનિવારે સોસાયટીના લોકો ભેગા મળી આ કામ સત્વરે બંધ કરવાની માંગણી કરી હતી. સોસાયટીના લોકોનું કહેવું છે કે સોસાયટીમાં જે બોર થઈ રહ્યો છે તે નગરપાલિકાના કરાર લેખના વિરૂધ્ધમાં થઈ રહ્યો છે. પહેલા કોમન પ્લોટના ખૂણામાં બોર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ બોર કોમન પ્લોટના વચ્ચે કરવામાં આવતા કોમન પ્લોટની આખી જગ્યા રોકાઈ ગઈ છે.

લોકોનું એવું પણ કહેવું છે કે કેટલાક લોકોએ પોતાના સંડાસના ખાળ કુવા અને મકાનના બારી બારણાં અને ઓટલા પણ કોમન પ્લોટમાં નાખવામાં આવ્યા છે. ત્યારે આકાશ વિલા સોસાયટીના રહીશો ભેગા મળી તેનો વિરોધ કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...