અકસ્માત:ડીસાના ભોયણ નજીક પથ્થર ભરેલું ટ્રેલર પલટતા એકનું મોત,5ને ઈજા, ઇજાગ્રસ્તોને ડીસા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા

ડીસા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસાના ભોયણ નજીક ગુરૂવારે વહેલી સવારે પથ્થર ભરીને જતું ટ્રેલર રોડની સાઇડમાં ઉતરી જતાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે કલીનર સહિત પાંચ વ્યક્તિને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડ્યા હતા.  ડીસાના ભોયણ નજીક ગુરૂવારે વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે રાજસ્થાનના ચિતોડગઢથી પથ્થર ભરીને કચ્છના મુન્દ્રા જતાં ટ્રેલર(આરજે-52-જીબી-3028)ના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં ટ્રેલર રોડની સાઇડમાં ઉતરી જતાં ટ્રેલર પાછળ બેઠેલ ભારચંદ ફુલચંદમીણા(રહે.ઓડીયાખેડા,રાજસ્થાન)નું ટ્રેલર નીચે ચગદાઈ જવાથી મોત નિપજ્યું હતું. જ્યારે ટ્રેલરના ચાલક રાજારામ શીવરાજ મીણા, કલીનર રાજેશકુમાર ગીસાલાલ કુમાવત ઉપરાંત ટ્રેલરના કેબિનમાં બેઠેલાં રમેશકુમાર, નીલાબેન રમેશકુમાર અને અમન રમેશકુમારને નાની મોટી ઇજાઓ પહોચતા 108માં વધુ સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.  ટ્રેલરના કલીનર રાજેશકુમાર ગીસાલાલ કુમાવતએ ડીસા તાલુકા પોલીસ મથકે ટ્રેલરના ચાલક રાજારામ મીણા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હે.કો. કેવળભાઇ છત્રાલીયા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...