ડીસા શહેરના ગવાડી, અખર, તીનબત્તી,પાટણ હાઈવે,રાજપુર અને મીરા મહોલ્લા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માંસ મટનની દુકાનો ધમધમી રહી છે. આ ઉપરાંત કતલખાનાઓ પણ ચાલી રહ્યા છે.એક પણ દુકાન કે કતલખાના દ્વારા નગરપાલિકા ની કોઈપણ સરકારી વિભાગની મંજૂરી લેવામાં આવી નથી. આ મુદ્દે આવેદન પત્ર આપવાને પગલે પાલિકા દ્વારા આવેદનપત્ર મળ્યાના ગણતરીના સમયમાં જ તમામ દુકાનો અને ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા નોટિસો પાઠવવા નું શરૂ કરાયું હતું.
ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું હતું કે શહેરમાં માંસ મટન ની એક પણ દુકાન કે કતલખાનાનું રજીસ્ટ્રેશન થયેલું ન હોય તમામ ગેરકાયદેસર છે.અગાઉ પણ નોટિસો બંધ કરવા આપેલી છે તેમજ આ તમામ પ્રવૃત્તિ કાયમી ધોરણે બંધ કરવા નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.