લારીધારકોમાં રોષ:ડીસામાં નવા બસ સ્ટેશનની હદમાં 26 લારી-ગલ્લાધારકોને નોટિસ

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસટી વિભાગ દબાણદારોને નોટિસ અપાતાં લારીધારકોમાં રોષ વ્યાપ્યો

ડીસા હાઇવે સ્થિત નવિન બસ સ્ટેશનની હદમાં લારી ગલ્લા રાખી દબાણ આચરેલ દબાણદારોને એસટી વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જેથી લારી ગલ્લા ધારકોમાં રોષ વ્યાપી જવા પામી છે. ડીસા શહેરમાં અદ્યતન સુવિધા સભર બસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. એસટી ટ્રાફીક ઇન્સ્પેકટર દ્વારા બસ સ્ટેન્ડ વિસ્તારમાં નાના વ્યવસાય સાથે સંકળાયેલા લારી ગલ્લા ધારકોને દબાણો દૂર કરવા નોટિસો આપવામાં આવી છે. જેને લઇને ફરી વિવાદ સર્જાયો છે. એક તરફ મોંઘવારી બીજી તરફ કોરોના મહામારીએ લોકોના હાલ બેહાલ કરી નાખ્યાં છે.

લોકોને પોતાનું પેટ ભરવું પરીવારનું ગુજરાન ચલાવ્યું મુશ્કેલ બની ગયું છે ત્યારે સરકાર દ્વારા ગરીબોની રોજીરોટી છીનવી રહી છે તેવા આક્ષેપો પણ લારી ગલ્લા ધારકોએ લગાવ્યા હતા. બસ સ્ટેશન દ્વારા 20 જેટલા લારી ગલ્લા ધારકોને દબાણ દૂર કરવા નોટિસ આપતાં રોષ જોવા મળી રહ્યાં છે. આ અંગે ડેપો મેનેજરએ જણાવ્યું હતું કે ‘બસ સ્ટેશનની હદમાં દબાણ કરનારને નોટિસો આપવામાં આવી છે.’

અમે બસ સ્ટેશનમાં નથી ઉભા રહેતાં
બસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા અમોને દબાણદાર ગણીને જે નોટિસ આપવામાં આવી છે તે ખોટું છે. હાઇવે ઓથોરિટીની જગ્યામાં અમો લારી ગલ્લા ઉભા રાખીને અમારા પરીવારનું ગુજરાન ચલાવીએ છીએ તેમ લારી ગલ્લા ધારકોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...