ડીસા તાલુકાના છ જેટલાં ગામોને જોડતાં આંતરિક રોડ-રસ્તા બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા બે કરોડ ઉપરાંતની ગ્રાન્ડ મંજૂર કરતાં સોમવારે ધારાસભ્ય શશીકાંત પંડયા ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા અનેક ગામોમાં નવિન રોડ રસ્તાઓ બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત સોમવારે ડીસા તાલુકાના વાહરા ખેટવા રોડથી કૈલાશ ટેકરી મંદિર સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત, સણથથી લોરવાડા વડાવળ જોડતા રસ્તાનું ખાતમુહુર્ત અને ડેડોલ થી સોતમલા રસ્તાનું ખાતમુહુર્ત ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાના હસ્તે તેમજ ડીસા તાલુકા ભાજપ પ્રમુખ ગલાબજી ઠાકોર, મહામંત્રી ઈશ્વરભાઈ દેસાઈ, બાબરસિહ વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ રામુજી ઠાકોર, આર.બી.દેસાઈ (સણથ), ગીરીશભાઈ દેસાઈ (વરનોડા) સહિત સરપંચો, આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં નવિન બનનાર રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ અંગે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાએ જણાવ્યું હતું કે, 204 લાખના ખર્ચે ડીસા તાલુકા ની પ્રજાને અને સ્કૂલે જતા બાળકોને તકલીફ ના પડે તે હેતુથી મંજૂર કરવામાં આવેલા રોડ રસ્તાઓ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.