ગાંધીનગરના સરગાસણનો માનસિક અસ્વસ્થ કિશોર અડાલજથી બસમાં બેસી ડીસા બસ સ્ટેશનમાં આવી પહોંચતા પોલીસ કર્મીએ પૂછપરછ કરી વાલીવારસોનો સંપર્ક કરી પરીવાર સાથે મિલન કરાવતાં પરીવારજનોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.
ડીસા શહેર ઉત્તર પોલીસ મથકના પીઆઈ જે.વાય.ચૌહાણ શુક્રવારે પોલીસ સ્ટેશનમાં હાજર હતા. જે દરમિયાન કોન્સ્ટેબલ મહંમદ ઇમરાન ન્યાજમહંમદએ જાણ કરી કે ડીસા નવા બસ સ્ટેન્ડ ખાતે મયુર પ્રહલાદભાઇ સોમાભાઇ પરમાર (ઉં.વ.11,હાલ રહે.સરગાસણ, તા.જી.ગાંધીનગર, મુળ રહે. ઢાડવડા,તા.દિયોદર) માનસિક રીતે અસ્વસ્થ હોઇ અને અડાલજ બસ સ્ટેશનથી પોતાના પિતાજીથી છુટા પડી ગયો છે. અને કોઇને જાણ કર્યા વગર બસમાં બેસી ડીસા બસસ્ટેન્ડ ખાતે આવી ગયા ગયો હતો.
આ કિશોર ડીસા બસ સ્ટેશનમાં આમ તેમ ભટકતો હતો. જેથી તેની પુછપરછ કરી તેના વાલીવારસનું નામ સરનામું મેળવી તેના વાલીવારસોનો સંપર્ક કરી કિશોરના વાલી વારસોને જાણ કરી હતી. આથી કિશોરના પરીવારજનો ડીસા આવી પહોંચતા તેને સુપ્રત કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.