ડીસા મેફેડ્રોન ડ્રગ્સ કાંડ:ડ્રગ્સમાં 100 ગ્રામમાં ખાંડ, કટકડી નાખી 800 ગ્રામ બનાવાતાનું ખૂલ્યું; મેફેડ્રોન ડ્રગ્સનું કનેક્શન શોધવા તાલુકા પોલીસની ટીમ મુંબઇ પહોંચી

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઝડપાયેલા ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતાં 10 દિવસના રિમાન્ડ મંજૂર

ડીસા તાલુકા પોલીસે 11.75 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલા ચારેય આરોપીઓને ડીસાના જયુડિશિયલ મેજીસ્ટ્રેટ (ફ.ક)ની કોર્ટમાં રજૂ કરતા 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.ડીસાથી ઝડપાયેલા શખ્સો 100 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સમાં ખાંડ, ફટકડી સહિતનો ઉમેરો કરી 800 ગ્રામ બનાવતાં હોવાનું અને મેફેડ્રોન ડ્રગ્સમાં રાજસ્થાન અને મહારાષ્ટ્રના લોકો સંડોવાયેલ હોય છે તેમજ ત્યાંથી માલ લાવ્યા હોવાનું તપાસમાં ખુલતાં ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ માટે મુંબઈમાં ધામા નાખ્યાં છે.

ડીસા તાલુકા પીઆઈ એમ.જે.ચૌધરી એ સોમવારે સ્ટાફ ના માણસો સાથે પેટ્રોલીગ દરમિયાન ડીસાના કંસારી નજીક થી શંકાસ્પદ કારને પીછો કરી ટેટોડા નજીક થી ઝડપ્યા બાદ તપાસ કરતાં કારમાંથી 11.75 લાખની કિંમત નું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આથી ડીસા તાલુકા પોલીસે ચારેય આરોપીઓ સામે એનડીપીએસ એકટ મુજબ ગુનો નોધી વધુ તપાસ માટે રીમાન્ડ ની જરૂર હોઈ ડીસાની જયુડિશિયલ મેજીસ્ટ્રેટ ની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં.

પોલીસ ની માગણી ને ધ્યાને લઈ ડીસાના જયુડિશિયલ મેજીસ્ટ્રેટ (ફ.ક) ઇન્દ્રજીતસિંહ ભાટી દ્વારા આગામી તા. 22 એટલે કે 10 દિવસ ના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ડીસાના કંસારી થી ઝડપાયેલા મેફેડ્રોન ડ્રગ્સ માં અન્ય વ્યક્તિઓ પણ સંડોવાયેલ હોવાથી પીએસઆઇ બી.જે.ચાવડા એ આરોપી ભવરલાલ ભગવાનરામ જાટને સાથે રાખી મુંબઈમાં પણ તપાસ હાથ ધરી છે.

તપાસ માટે ટીમ મુંબઈ મોકલી છે
ડીસા નજીકથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલ શખ્સોના 10 દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે તેમજ આ કેસમાં વધુ લોકો સંડોવાયેલા હોવાથી તપાસ માટે એક ટીમ મુંબઈ ખાતે મોકલી છે તેમ ડીસા તાલુકા પીઆઇ એમ.જે.ચૌધરી એ જણાવ્યું હતું.

ડ્રગ્સ વેચનાર આરોપીઓ

  • ભવરલાલ ભગવાનરામ જાટ (રહે, ટામ્પી તા.ચિતલવાણા, જી.જાલોર, રાજસ્થાન)
  • રતનલાલ પ્રેમારામ નાઇ (રહે, ડાવલ તા. ચિતલવાણા, જી.જાલોર, રાજસ્થાન)
  • ડ્રગ્સ ખરીદનાર આરોપીઓ
  • હનુમાનરામ જુજારામ જાટ
  • હનુમાનરામ ભવરારામ જાટ
  • (બંને રહે, ભીમથલ, તા. ધોરીમન્ના, જી.બાડમેર, રાજસ્થાન)
અન્ય સમાચારો પણ છે...