ડીસા તાલુકાના માલગઢ ગામના મેઘલીના પીઠાવાળા અને ઢેકુડી વિસ્તારના ખેતર વિસ્તારમાં દબાણ દુર કરી રસ્તો પહોળો કરી પાકો રોડ બનાવવા માટે ગ્રામજનો દ્વારા ડીસા નાયબ કલેક્ટર સહિતને આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે. માલગઢ ગામના મેઘલીના પીઠાવાળા અને ઢેકુડી વિસ્તારના ખેત વિસ્તારોમાં માર્ગ પર આજુબાજુના દબાણોના કારણે રસ્તાઓ સાંકડા થઇ ગયા છે અને દર વર્ષે ચોમાસાની સિઝનમાં રસ્તામાં વરસાદી પાણી ભરાતાં અવર-જવરમાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
જ્યારે નવિન રોડ બનાવવા માટે માલગઢના ગ્રામજનો દ્વારા સરકારમાં આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી. છેલ્લા કેટલાય સમયથી ગુજરાત સરકાર દ્વારા ગ્રામિણ વિસ્તારના વિકાસના કામો થઇ રહ્યા છે ત્યારે વિકાસશીલ માલગઢ ગામમાં ઢેકુડી વિસ્તારમાં દબાણોના કારણે રસ્તાઓ સાંકડા બની ગયા હોઇ દર વર્ષે ચોમાસુ આવતાની સાથે જ સાંકડા રસ્તામાં વરસાદી પાણી ભરાતાં ખેતરોમાં રહેતાં ખેડૂતો અને ગ્રામજનોને પોતાના ઘર તરફ જવા માટે ચોમાસામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
માલગઢ ગામના ઢેકુડી વિસ્તારના સ્થાનિક રહીશો સાથે મળી ડીસાના નાયબ કલેક્ટર, તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, માલગઢ ગામના સરપંચ અને કુંપટ ગામના સરપંચને આવેદનપત્ર આપી દબાણો દૂર કરી રસ્તો પહોળો કરાવી નવિન રોડ બનાવવા માટે લેખિતમાં રજૂઆત કરાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.