તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૌભાંડ:પેછડાલમાં ખોટું રેકર્ડ ઊભું કરી બોગસ દસ્તાવેજથી જમીન પચાવવાનું કૌભાંડ

ડીસા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક જ જમીન બે વાર વેચી હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયો

ડીસાના પેછડાલ ગામે જમીન માલિકે ખોટા રેકોર્ડ ઉભા કરી તેમજ ખોટા દસ્તાવેજ બનાવી ગૌચરની કરોડો રૂપિયાની જમીન પર કબજો કરી બારોબાર વેચી મારી હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જો આ મામલે ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી નહીં થાય તો ગામના 200 થી પણ વધુ લોકો મુખ્યમંત્રીની ઓફિસ આગળ જઈ ધરણા પર બેસશે.પેછડાલ ગામના સેનાભાઈ ઠાકોરની માલીકીની જમીન આવેલી છે. જેમણે આ જમીન 1995માં માત્ર સ્ટેમ્પના આધારે વસતાભાઇ વેચી હતી.

ત્યારબાદ આ જમીન પર વસતાભાઈનો કબજો હતો પરંતુ માત્ર સ્ટેમ્પના આધારે વેચેલી જમીન સેનાભાઇએ બીજી વાર ટેટોડા ગામના હરેશભાઇ ચૌધરી અને દશરથભાઈ ચૌધરી ને વેચી હતી અને આ જમીન ખરીદનાર બંને લોકોએ ગૌચર ની જમીન પચાવી પાડવાનું કાવતરૂ રચ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

ગામની ગૌચર ની સર્વે નંબર 1082 માં ખોટી રીતે સર્વે નંબર 77, 78 હોવાના ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા, ખોટી દિશાઓ દર્શાવતા અને બનાવટી દસ્તાવેજોના આધાર જમીન બીજીવાર વેચી દીધી હતી. આ અંગે ગ્રામજનો એ મામલતદાર કચેરી, નાયબ કલેકટર કચેરી અને કલેક્ટર કચેરીમાં લેખિત ફરિયાદ કરી આ લોકો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્રામજનો મુખ્યમંત્રી ની ઓફિસ આગળ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.

ન્યાય નહીં મળે તો ધરણાં પર બેસીશું
અમારા ગામમાં કેટલાંક લોકોએ ખોટાં રેકર્ડ ઉભા કરી ગૌચરની જમીન પર કબજો કરવામાં આવ્યો છે. આ અંગે અમોએ રજૂઆત કરવા છતાં કોઇ જવાબ મળ્યો નથી. જેથી જો અમોને ન્યાય નહી મળે તો વિધાનસભા માં મુખ્યમંત્રી ની કચેરી આગળ ધરણાં પર બેસીશુ તેમ ગામના યુવાન હરજીભાઇ ચૌધરી એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...