હાલાકી:ડીસા એસબીઆઈમાં વ્યવસ્થાના અભાવે પેન્શનરો સહિત ખાતાધારકોને પરેશાની

ડીસા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસાના ફુવારા નજીક આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની મુખ્ય શાખામાં કોરોના વાયરસને કારણે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે પુરતી સમજણ અને અવ્યવસ્થાના કારણે ખાતાધારકો સહિત વયોવૃધ્ધ પેન્શનરો પરેશાન થઇ ઉઠ્યાં છે.વહેલી સવારથી જ બેન્ક આગળ લોકોની ભીડ જોવા મળે છે પરંતુ બેન્કના અધિકારીઓની ઢીલી નિતીના કારણે લોકોને કાળઝાળ ગરમીમાં શેકાવું પડે છે. એસબીઆઇ બેન્ક બહાર જ ગરમીથી બચવા લોકોના ટોળેટોળાં એકઠા થઇ જતાં સોશિયલ ડિસ્ટન્સના સરેઆમ ધજીયા ઉડી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...