તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા:ડીસામાં 55 મિનિટમાં જગન્નાથજીની રથયાત્રા પુરી

ડીસા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોએ દૂરથી દર્શન કર્યા ,શહેરના મુખ્ય પ્રવેશદ્વાર પર પોલીસ ખડકાઈ

ડીસા શહેરમાં કોરોના મહામારી અને કર્ફ્યૂ વચ્ચે સોમવારે વહેલી સવારે સાત વાગ્યે ભગવાન જગન્નાથજીની રથયાત્રા રામજી મંદિરથી નિકળી માત્ર 55 મિનિટમાં નિજ મંદિરે પરત ફરી હતી. કર્ફ્યૂ હોવાથી રથયાત્રામાં શહેરીજનો જોડાયા ન હતા.

કોરોના મહામારી વચ્ચે તંત્ર દ્વારા ડીસા શહેરમાં સવારે સાતથી નવ વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરી સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિને રથયાત્રાની મંજુરી આપવામાં આવી હતી. ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા, નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર, શહેર ભાજપ પ્રમુખ પ્રતિક પઢીયાર, મહામંત્રી રાકેશ પટેલ, હકમાજી જોષી, સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિના ગંગારામભાઇ પોપટ, દશરથભાઇ રાજગોર, બાદરસિંહ વાઘેલા, મુકેશભાઇ પંડયા, નિલેષ પરમાર તેમજ વિશ્વ હિન્દુ પરીષદના જયેશભાઇ દેસાઇ, હિતેશભાઇ મોઢ સહિત મર્યાદિત આગેવાનોની ઉપસ્થિતિમાં રામજી મંદિરથી રથયાત્રાએ પ્રસ્થાન કરી રીસાલા બજાર, એસસીડબલ્યુ હાઇસ્કૂલ ચાર રસ્તા, સરદાર બાગ, ફુવારા સર્કલ, ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન થઇ નિજ મંદિરે પહોંચી હતી.

રથયાત્રા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીસા ડીવાયએસપી ડૉ.કુશલ ઓઝા અને પીઆઇ જે.વાય.ચૌહાણ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...