આવેદન:ચૂંટણીમાં ગરૂડા એપમાં કરાતી કામગીરીમાં મુશ્કેલી પડતાં ડીસા મામલતદારને રજૂઆત

ડીસા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીસા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આવેદન અપાયું

અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ ડીસા દ્ધારા ચૂંટણીલક્ષી કામગીરી દરમિયાન ગરૂડા એપમાં કામગીરીમાં મુશ્કેલી પડતાં કામગીરી નહી કરવાનો નિર્ણય લેવાયો હતો. અને બુધવારે ડીસા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી. સમગ્ર ગુજરાતમાં ગામ પંચાયતની ચૂંટણી જાહેર થઇ ચુકી છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા પણ ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ચૂંટણીની મહત્વની કામગીરી કરતાં શિક્ષકોને પડતી મુશ્કેલીઓને લીધે બુધવારે ડીસા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા બીએલઓ સાથે રાખી ગ્રામિણ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

જેમાં ચૂંટણીલક્ષી કામગીરી કરતાં બીએલઓને સરકાર દ્વારા ચૂંટણીપંચ દ્વારા જે ગરૂડા એપ ડાઉનલોડ કરાવામાં આવી છે. જે ગરૂડા એપમાં કામગીરી કરી શકાય તેમ ના હોઈ ગ્રામીણ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. સાથે-સાથે બીએલઓને કામગીરી પ્રમાણે મહેનતાણું ચૂકવવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. શિક્ષકોને સરકાર દ્વારા સ્ટેશનરી પણ આપવામાં આવતી નથી. જ્યારે સિનિયર સિટીઝનને પણ ચૂંટણીલક્ષી કામગીરી કરાવવામાં આવી રહી છે જેને બંધ કરાવા માટે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ ડીસા દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...