શ્રાવણ માસમાં કતલખાના અને માંસ મટનની હાટડીઓ ધમધમી રહી છે. ત્યારે સોમવારે ડીસાના જીવદયા પ્રેમીઓની બેઠક મળી હતી. જેમાં કતલખાના અને જાહેરમાં માંસ મટનની હાટડીઓ બંધ કરાવવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. સોમવારે રીસાલા બજાર ખાતે જીવદયા પ્રેમી અને એડવોકેટ ધર્મેન્દ્રભાઈ ફોફાણી, છબીલભાઇ સોનેથા,રમેશભાઇ જેઠવા, કમલેશભાઈ દેસાઇ, પરેશભાઇ પંચાલ, રાજુભાઇ પરમાર તેમજ જીવદયા કાર્યકરોની બેઠક મળી હતી.
જેમાં પશુઓની ક્રૂરતાપૂર્વક હત્યા કરતાં આસામાજીક તત્વો સામે કાર્યવાહી કરીને અસામાજીક પ્રવૃત્તિ અટકાવવા માટે નાયબ પોલીસ અધિક્ષક, નાયબ કલેકટર, પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠકકર, ચીફ ઓફીસર ઉપેન્દ્ર ગઢવી સહિતને આવેદન પાઠવી રજૂઆત કરાઈ હતી.આ અંગે એડવોકેટ ધર્મેન્દ્રભાઇ ફોફાણીએ જણાવ્યું હતું કે આવા તત્વો સામે કાર્યવાહી કરવી જોઈએ.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.