તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ડીસામાં નાસ્તા ગૃહો સહિતના સ્થળે તપાસ, રૂ.50 હજારનો દંડ વસુલ્યો

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડીસા નગરપાલિકા અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમે શુક્રવારે ડીસા શહેરના વિવિધ વિસ્તારમાં તપાસ કરી ગંદકીથી કે પાણીમાં પોરા જોવા મળે તેવા સ્થળ પરથી દંડકીય કાર્યવાહી કરી 50 હજારનો દંડ વસુલ કર્યો હતો. ડીસા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. જીગ્નેશ હરિયાણીના માર્ગદર્શન હેઠળ ચોમાસાની ઋતુને લઈ શહેરમાં પાણીજન્ય રોગચાળો ફાટીના નીકળે તે માટે ડીસા પાલિકા અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા શુક્રવારે નાસ્તા ગૃહો, જાહેર સંસ્થાઓ અને કન્સ્ટ્રકશનની સાઈડ ઉપર સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

જેમાં અનેક સ્થળે પોરા તેમજ એક્સપાયર થયેલ ખાદ્ય પદાર્થોનો જથ્થો મળી આવતા આ તમામ એકમો ઉપર નિયમાનુસાર દંડનાત્મક કાર્યવાહી પણ કરી હતી અને રૂપિયા 50 હજારનો દંડ સ્થળ પર વસુલ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં આરોગ્ય કર્મચારી પ્રકાશકુમાર ચૌહાણ, અરવિદ દેલવાડિયા, સુપરવાઈઝર અમિતભાઇ પરમાર તેમજ નગરપાલિકા સ્ટાફ અને સાથે પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...