ક્રાઇમ:સમૌનાના ગામે છોકરાઓના ઝઘડામાં મોટેરા બાખડી પડ્યા

ડીસા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ મથકે સામ-સામે ફરિયાદ થતાં 6 શખ્સો સામે ગુનો નોંધાયો

ડીસા તાલુકાના સમૌનાના ગામે નાના છોકરાઓના ઝઘડામાં ઠપકો આપતાં જતાં બે પરિવારના સભ્યો વચ્ચે મારામારી થવા પામી હતી. જેમાં સામસામે ફરિયાદ થતાં પોલીસે 6 વ્યકિતઓ સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમૌ નાના ગામના ધોનીયાપુરા વિસ્તારમાં રહેતા વિરમજી વિહાજી ઠાકોરે છોકરા ઝઘડવા મુદ્દે ઠપકો આપવા જતાં ઉશ્કેરાયેલા ધારજીજી પ્રતાપજી ઠાકોર, સવદાનજી પ્રતાપજી ઠાકોર, જીતાજી પ્રતાપજી ઠાકોર અને બલાજી પ્રતાપજી ઠાકોરે અપશબ્દો ઉચ્ચાર્યા હતા. જેમતેમ બોલવાની ના પાડતાં ધોકા, પાઇપ વડે હૂમલો કરી વિરમજી અને મરધાબેનને ઇજાઓ પહોચાડી હતી.

આ અંગે કરશનજી વિહાજી ઠાકોરે રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોધાી હતી. જ્યારે સામે પક્ષે ધારજીજી પ્રતાપજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, અમારા સગાની દીકરીને તુ કેમ ભગાડી લાવ્યો છે. તેમ કહી વીરમજી વિહાજી ઠાકોર અને મરધાબેન વિરમજી ઠાકોરે છરી વડે હૂમલો કરી ઇજાઓ પહોચાડી હતી. અને ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે બંને ફરિયાદના આધારે છ વ્યકિતઓ સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...