કોરોનાવાઈરસ:ડીસા નગસેવક સહિત ત્રણ કોરોનાની ઝપટમાં,જિલ્લામાં કોરોના આંક 109

ડીસા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડીસાના નગસેવક, ધાનેરાનો 10 વર્ષનો બાળક અને કાંકરેજના કંથેરિયાના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ
  • નગરસેવકને શરદી, તાવ અને પગમાં દુખાવાની ફરિયાદ ઉઠતાં સારવાર અર્થે દાખલ કરાયા હતા, ધાનેરાના વાસણ ગામના બાળકને ઝાડા ઉલટી થતાં શંકાસ્પદ જણાતાં લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

બનાસકાંઠા જિલ્લામાં વધુ એક સાથે ત્રણ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં ડીસા નગરપાલિકાના સદસ્ય ધાનેરાના વાસણ ગામનો 10 વર્ષીય બાળક અને કાંકરેજના કંથેરિયા ગામના રહીશ પોઝિટિવ આવ્યા છે.જેને લઈ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.વધુ ત્રણ પોઝિટિવ કેસ સાથે જિલ્લામાં કોરોના આંક 109 એ પહોંચ્યો છે.કોરોનાના પુન: કેસ વધતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.લોકડાઉનમાં છુટછાટ અપાતાં ઉત્તર ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

સેમ્પલ લેવામાં આવતા રીપોર્ટ પોઝિટિવ આવ્યો
ડીસા નગરપાલિકા સદસ્ય અને રાજપુર વિસ્તારમાં રહેતાં પરાગભાઇ પ્રકાશભાઇ પઢિયાર (ઉ.વ. 32) ને તા. 25 મે ના રોજ શરદી અને પગમાં દુખાવો થતાં ડીસાના ડૉ. પી.સી.પંચાલને ત્યાં સારવાર લેવા છતાં તબિયત ન સુધરતા ફરીથી 27 મે ના રોજ તબિયત બગડતાં ડીસાના ડૉ. ભરત મકવાણાને ત્યાં સારવાર લીધા બાદ ભણશાળી કોવિડ હોસ્પિટલમાં દાખલ કરી સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો શનિવારે રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ અંગે ડીસા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. જે.એચ.હરીયાણીએ જણાવ્યું હતું કે, પરાગભાઇ ને શરદી, તાવ અને પગમાં દુખાવો થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ સેમ્પલ લેવામાં આવતા રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

એક તે બાળક સાથે છે. અને તે મુંબઈથી આવેલ હતા
તો બીજીતરફ ધાનેરા તાલુકાના વાસણ ગામે  મુંબઈ થી દેવીપૂજક પરિવાર ના 10 લોકો 22 મેના રોજ ધાનેરા આવતા આરોગ્ય વિભાગ દ્વારા તેઓને સરકારી પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યા હતા અને 28 મેના રોજ જીજ્ઞેશભાઈ વાઘેલા નામના 10 વર્ષ ના બાળકને ઝાડા ઉલટી જેવું જણાતા ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે શંકાસ્પદ જણાતાં તેને પાલનપુર સિવિલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો અને ત્યાં તેના સેમ્પલ લેવામા આવતા પોઝિટિવ આવ્યો હતો. જેથી આરોગ્ય વિભાગ દ્વારા અન્ય આઠ લોકોને સ્કૂલમ જ રાખવામાં આવ્યા છે. આ અંગે ધાનેરા તાલુકા આરોગ્ય અધિકારી ડો.પી.એમ.ચૌધરીએ જણાવ્યુ હતું કે તે લોકો ગામની બહાર આવેલ સ્કૂલમાં હોવાથી અને તેઓ કોઈના સંપર્ક માં આવેલ ન હોવાથી કન્ટેઇન્ટમેટ ઝોન જાહેર કરવાની જરૂર નથી માટે 10 પેકી ના આઠ લોકો સ્કૂલ માં છે જ્યારે .

વિરામ બાદ ફરી કોરોનાના કેસ નોંધાતાં ફફડાટ ફેલાયો
જ્યારે કાંકરેજ તાલુકાના કંથેરિયા ગામના કિરીટભાઈ નરેન્દ્રભાઈ દિયોદરાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આથી આરોગ્ય વિભાગ દ્વારા યુવકના સંપર્કમાં આવનારા લોકોને તપસવાની તેમજ ક્વોરન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.નોંધનીય છે કે થોડા દિવસના વિરામ બાદ ફરી કોરોનાના કેસ નોંધાતાં ફફડાટ ફેલાયો છે.

સિદ્ધપુરના ખડીયાસણ ગામમાં મુંબઇથી આવેલ વૃદ્ધ કોરોના સંક્રમિત થયા
સિદ્ધપુર શહેર સહિત તાલુકાના ચાર ગામો કોરોના મુક્ત થયા બાદ ફરી કોરોનાએ પ્રવેશ કર્યો છે ત્યારે શનિવારે વધુ એક સિધ્ધપુર તાલુકાના ખડીયાસણ ગામે મુંબઈથી આવેલ વૃદ્ધને લક્ષણો જણાતા સેમ્પલ લેવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો . વધુ એક કેસ સાથે જિલ્લામાં કુલ કેસનો આંક  78  થયો હતો.જિલ્લામાં કુલ કેસ પૈકી 24 લોકોને અન્ય પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે પાટણ શહેરમાં રાજ ટેનામેન્ટ વિસ્તારને સીલ કરી બન્ને પોઝિટિવ દર્દીઓનો સંપર્કમાં આવેલા 200 લોકોને ક્વોરન્ટાઇન કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...