તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:મુન્દ્રા કસ્ટોડીયલ ડેથનો મામલે ડીસામાં નાયબ કલેકટરને આવેદનપત્ર અપાયું

ડીસા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસ દ્વારા અમાનુષી અત્યાચાર ગુજારી માર મારતા ગઢવી સમાજના બે યુવાનો મોતને ભેટયા હતા

કચ્છના મુન્દ્રા તાલુકાના સમાગોગા ગામના ત્રણ ગઢવી યુવાનોને મુન્દ્રા પોલીસ દ્વારા અમાનુષી અત્યાચાર ગુજારી માર મારતા ગઢવી સમાજના બે યુવાનો મોતને ભેટયા છે. આથી વિહોતર ગૃપ ઓફ બનાસકાંઠા દ્વારા સોમવારે ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. 19 જાન્યુઆરીના રોજ ગઢવી અરજણભાઈ (ઉં.વ.27) નું મોત થયું હતું. જ્યારે અન્ય એક ગઢવી યુવાનનું પણ કસ્ટોડીયલ ડેથ થતાં સમગ્ર ગઢવી સમાજ લાલઘુમ થઇ જતાં અન્ય સમાજોએ પણ સમર્થન જાહેર કરતાં ઠેરઠેર આવેદનપત્ર આપી ઉચ્ચસ્તરે રજૂઆત કરવામાં આવી રહી છે.

વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના અધ્યક્ષ જીવરાજભાઈ આલના માર્ગદર્શન હેઠળ ડીસા ખાતે નાયબ કલેકટરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ બાબતે જીવરાજભાઈ આલે જણાવ્યું હતું કે ‘ગઢવી સમાજના દીકરાને પોલીસ દ્વારા ગોંધી રાખી તેમના ઉપર અમાનવીય સિતમ ગુજારવામાં આવતા આ ઘટનાને વખોડી કાઢવામાં આવે છે.’ આ પ્રસંગે ડીસા ખાતે વિહોતર ગ્રુપ ઓફ બનાસકાંઠાના પ્રમુખ રામજીભાઈ દેસાઇ, ડીસા તાલુકા પ્રમુખ પ્રકાશભાઈ સમશેરપુરા, ડીસા શહેર પ્રમુખ સંજયભાઈ ટેકરા, ભીલડીના પ્રમુખ વિજયભાઇ શેરગઢ તથા અન્ય વિહોતર ગ્રુપના સભ્યો દ્વારા ગઢવી સમાજના યુવાનોએ આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો