તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝગડો:સુંઠિયામાં ટ્રેક્ટરથી વાડમાં ઊભેલા લાકડાનો થાંભલો ભાગી જતાં બે પરિવારો બાખડ્યા

ડીસા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આગથળા પોલીસ મથકે પાંચ વિરુદ્ધ સામ-સામે ફરિયાદ નોંધાવાઇ

ડીસા તાલુકાના સુુંઠિયા ગામમાં ટ્રેકટરથી વાડમાં ઉભેલો લાકડાનો થાંભલો ભાગી જતાં બે પરિવારો વચ્ચે મામલો બિચક્યો હતો. જેને લઇ આગથળા પોલીસે સામસામે પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

સુંઠિયાના કિરણભાઈ પાડજીજી ઠાકોરના ઘર આગળથી તેમના ગામના શાંતિજી સવદાજી ઠાકોર ગુરુવારે રાત્રે પોતાનું ટ્રેક્ટર લઈ જતા હતા. તે વખતે ટ્રેક્ટરથી વાડમાં ઊભેલ લાકડાનો થાંભલો ભાગી ગયો હતો. જે બાબતે કિરણભાઈ તથા પાડજીજી ઠપકો આપતાં શાંતિજી સવદાજી ઠાકોર એકદમ ઉશ્કેરાઇ જઇ કિરણ તથા પિતા પાડજીજીને અપશબ્દો બોલી ગડદાપાટુનો માર મારી લાફો ઝીંકી દીધો હતો અને ત્યારબાદ શાંતીજી ઠાકોરનું ઉપરાણું લઇ કપૂરજી ધનજીજી ઠાકોર અને શામળાજી ઠાકોરે મારમારી ધમકી આપતા કિરણભાઈએે ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સામે પક્ષે પ્રવિણભાઇના પિતા શાંતિજી ટ્રેકટર લઇને ખેતર તરફ જતાં પાડજીજીના ઘર આગળ ઉભેલો લાકડાનો થાંભલો રસ્તાની અંદર હોવાથી ટ્રેકટર અડવાથી પડી ગયો હતો. જેથી પાડજીજી સેધાજી ઠાકોર અને કિરણ પાડજીજી ઠાકોરએ શાંતિજી ઠાકોરને અપશબ્દો બોલતાં પ્રવિણભાઇએ ના પાડતાં પાડજીજી ઉશ્કેરાઇ જઇ શાંતિજીને મારમારવા લાગ્યા હતા.જ્યારે કિરણભાઇ પણ શાંતિજીને મારમાર્યો હતો. જેથી પ્રવિણભાઇએ પાડજીજી સેધાજી ઠાકોર અને કિરણભાઇ પાડજીજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો