વિવાદ:રામપુરા (દામાં) ગામે ધોકો મારી ઘરનાં પતરાં ફોડી નાખ્યાં

ભીલડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વેલ્ડીંગ મશીન ચાલુ કરવા માટે લાઇટ લેતા બબાલ

ડીસાના રામપુરા (દામાં) ગામે વેલ્ડીંગ મશીન ચાલુ કરવા માટે લાઇટ લેતા બબાલ થતાં રહીશને ધોકો મારી ઘરનાં પતરાં ફોડી નાખતાં ફરિયાદ નોંધાઈ હતી.પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીસા તાલુકાના રામપુરા (દામાં) ગામના દશરથભાઈ મશરૂભાઈ વાલ્મીકિ તેમના ભાઇના ઘર આગળ આવેલ થાંભલા ઉપરથી વેલ્ડીંગ મશીન ચાલુ કરવા માટે લાઇટ લેતા હતા. તેવામાં લાઈટ જતી રહી હતી. જેથી મોડા સુધી લાઇટ આવી ન હતી. જેથી દશરથભાઇએ તેના ભાઈ કસ્તુરભાઈના ઘરેથી વાયર ખેંચી લાઇટ ચાલુ કર્યું હતું.

જેથી ગામના પરબતજી અનાપજી ઠાકોર હાથમાં ધોકાં લઈને દશરથભાઇના ઘરે જઇ કેમ ખાટલાનું વેલ્ડીંગ કરવા દીધું તેમ કહી અપશબ્દો બોલી હાથમાં છુટાં પથ્થરા મારી મકાનનાં ઘર‌ના સીમેન્ટનાં પતરાં તોડી નાખ્યા હતા. આ અંગે દશરથભાઇએ ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ જિલ્લા નાયબ પોલીસ અધિકારી એસ.સી.સેલ પાલનપુર ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...