તપાસ:જુનાડીસા ગામમાં મહિલાની શખ્સે છેડતી કરતાં ચકચાર

ડીસા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

જુનાડીસા ગામમાં મહિલાની શખ્સે છેડતી કરતાં ચકચાર મચી ગઈ છે.આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. ડીસા તાલુકાના જુનાડીસા ખાતે રહેતી મહિલા રવિવારે સવારે ગામમાં કરિયાણાની દુકાને ચા પતી લેવા જતી હતી. તે વખતે અજયભાઈ કેથાભાઇ મકવાણા આ મહિલાને ગલીમાંથી બહાર સામો મળેલ અને કહેવા લાગ્યો કે ક્યાં જાય છે. જેથી મહિલાએ કહ્યું કે હું દુકાને જાઉં છું ત્યારે અજયભાઈ મકવાણાએ કેમ કે તું મારી સાથે ચાલ તને મારી સાથે લઇ જવી છે તેમ કહી મહિલાની સાડી પકડી હતી.

અને ત્યારબાદ વાળ ખેંચી જમીન પર પાડી ખેંચવા લાગ્યો હતો. મહિલાએ બૂમાબૂમ કરતા તેમના પતિ આવેલ અને મહિલાને વચ્ચે પડી છોડાવવા જતા અજયભાઈ મકવાણાએ મહિલાના પતિને ગડદાપાટુનો મારમારવા લાગ્યો હતો. જેથી મહિલાએ આજીજી કરી વચ્ચે પડી છોડાવ્યા હતા. જે બાદ અજયભાઈ મકવાણા જતા જતા કહેવા લાગેલ કે હવે પછી એકલી મળશે તો તને ઉપાડીને મારી સાથે લઈ જઈશ તેવી ધમકી આપતા મહિલાએ ડીસા તાલુકા પોલીસ મથકે અજયભાઈ કેથાભાઈ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...