હાલાકી:ડીસામાં પાલિકા દ્વારા થીંગડા મારેલા રસ્તાઓ પર પાણી ભરાતાં જેસે થૈ

ડીસા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જર્જરિત રસ્તાઓનું સમારકામ નહીં નવિનીકરણ કરો : વાહન ચાલકો

ડીસા શહેરમાં ગત ચોમાસામાં રસ્તાઓ ઉબડ-ખાબડ અને જર્જરિત બનતાં વાહન ચાલકો સાથે રાહદારીઓ ભારે પરેશાની વેઠી રહ્યાં છે. રસ્તાઓનું નવિનીકરણ કરવાની ઉગ્ર રજૂઆતોના પગલે તંત્ર દ્વારા રેલવે સ્ટેશન રોડ સહિતના રોડ ઉપર માત્ર રસ્તાઓની થિગડા મારવાનું કામ હાલમાં નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

પરંતુ કમોસમી વરસાદ થતાં રસ્તાઓ ઉપર પાણી ભરાઇ ગયું છે. હાલમાં પડી રહેલ વરસાદથી જે ખાડાઓ પુરવામાં આવ્યા છે તે પુરેલ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઇ ગયેલ છે. જેથી ઉલટાનું સમસ્યા યથાવત રહેવા પામી છે. જેથી વાહન ચાલકોએ જર્જરિત રસ્તાઓ ઉપર થાગડ-થિંગડ નહિ પણ રસ્તાઓનું નવિનીકરણ કરવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...