તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં 2 કોંગ્રેસ 1 આપ,17 અપક્ષ મળી 19 ફોર્મ ભરાયા

ડીસા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપની યાદી જાહેર થયા બાદ ઉમેદવારોનો ધસારો વધશે

ડીસા નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી જાહેર થતાં જ ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો માં સળવળાટ શરૂ થઇ જવા પામ્યો છે. ફોર્મ ભરવાના ત્રીજા દિવસે ડીસા ખાતે બે કોંગ્રેસ, એક આમ આદમી પાર્ટી અને 17 અપક્ષ ઉમેદવારો મળી કુલ 19 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જો કે ફોર્મ ભરવાની પક્રીયામા હવે માત્ર બે દિવસ બાકી રહ્યાં છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા હજુ સુધી એક પણ વોર્ડના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી. જેથી શુક્રવાર અને શનિવાર દરમિયાન ઉમેદવારીપત્રો ભરવા માટે ઘસારો રહેશે.

ડીસા નગરપાલિકામાં 19ની ઉમેદવારી

વોર્ડ નં.ઉમેદવારપક્ષ
2કમુબેન દિલીપકુમાર ચૌહાણ (રેજીમેન્ટ)અપક્ષ
3સીતાબેન પ્રભાતભાઇ દેસાઇ (શ્રીનગર, વેલુનગર)કોંગ્રેસ
3ગુલાબજી સોનાજી પરમાર (મેહુલ સોસાયટી)કોંગ્રેસ
4મધુબેન કનુભાઇ ત્રિવેદી (આસોપાલવ સોસાયટી)અપક્ષ
4સુભાષકુમાર ઉત્તમલાલ ઠક્કર (સાર્થક બંગ્લોઝ)આપ
5જગદીશચંદ્ર શંકરલાલ મોદી (રીસાલા બજાર)અપક્ષ
5પાર્થ જગદીશચંદ્ર મોદી (રીસાલા બજાર)અપક્ષ
6છગનજી થાનાજી રાજગોર (શિવનગર)અપક્ષ
6લીલાબેન છગનજી રાજગોર (શિવનગર)અપક્ષ
7મુકેશકુમાર દલપતરામ ખત્રી (વાડીરોડ)અપક્ષ
9સાદીકમહંમદ અબ્દુલમહમંદ શેખ (મહંમદપુરા)અપક્ષ
10હંસાબેન બાલસીગ ઠાકોર (રેલવે સ્ટેશન)અપક્ષ
10ધનજીભાઈ પુજાભાઇ ચૌહાણ (ક્રિષ્ણાવિલા સોસાયટી)અપક્ષ
11વિરાભાઇ દેવાભાઇ ચૌહાણ (આબેડકર નગર)અપક્ષ
11મંગળભાઇ પ્રાગજીભાઇ વણકર (ભોપાનગર)અપક્ષ
11જોસનાબેન વિપુલકુમાર પઢીયાર (રાજપુર)અપક્ષ
11સુશીલાબેન અશોકભાઇ પરમાર (રાજપુર)અપક્ષ
11પ્રવિણકુમાર ઇશ્વરભાઇ ધરમાણી (રાજપુર)અપક્ષ
11પરાગકુમાર પ્રકાશભાઇ પઢીયાર ( રાજપુર)અપક્ષ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો