આદેશ:ડીસામાં વેપારીઓને દુકાનો પર ગાઈડ લાઇનનું પાલન કરવા સૂચના અપાઈ

ડીસા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડીસા નાયબ કલેક્ટર એફ.એ.બાબી ના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય શશીકાંત પંડયા ની ઉપસ્થિતિમાં વેપારીઓની બેઠક યોજાઈ હતી. - Divya Bhaskar
ડીસા નાયબ કલેક્ટર એફ.એ.બાબી ના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય શશીકાંત પંડયા ની ઉપસ્થિતિમાં વેપારીઓની બેઠક યોજાઈ હતી.
  • મામલદાર કચેરી ખાતે કોરોનાને લઈ વેપારીઓની બેઠક યોજાઇ

ડીસા શહેરમાં કોરોનાની ત્રીજી લહેર તેમજ ઓમિક્રોન વાઇરસને અટકાવવા માટે ડીસા માલતદાર કચેરી ખાતે ગુરુવારે ડીસાના તમામ વેપારી આગેવાનની ડીસા નાયબ કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઇ ચૂકી છે અને દિવસેને દિવસે બનાસકાંઠા જિલ્લામાં કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે અને કોરોનાની સાથે ઓમિક્રોન વાયરસએ પણ માથું ઉચક્યું છે. જેથી ડીસા શહેરમાં કોરોના અને ઓમિક્રોનને અટકાવવા માટે ગુરુવારે ડીસા મામલતદાર કચેરી ખાતે ડીસા નાયબ કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક તેમજ ડીસા શહેર તેમજ ગ્રામીણ મામલતદાર, ધારાસભ્ય શશીકાંત પંડ્યા, પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠકકર, આગેવાનો, વેપારીઓ હાજર રહ્યા હતા. જેમાં નાયબ કલેકટરે તમામ વેપારીઓને દુકાનો પર કોરોના ગાઈડ લાઇનનું પાલન કરવા સૂચના આપી તેમજ તમામ વેપારીઓ શહેરમાં કોરોના તેમજ ઓમિક્રોન જેવા અટકાવવા માટે તમામ ગાઈડલાઈનનું પાલન કરવા બાંહેધરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...