છેતરપિંડી:ડીસામાં નાના ભાઈએ મોટાભાઈની જાણ બહાર જ મિલકત વેચી દીધી

ડીસા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાઈએ ભાઈ વિરુદ્ધ છેતરપિંડીની પોલીસમાં ફરિયાદ નોંધાવી

ડીસામાં નાના ભાઇએ પિતાજીના અવસાન બાદ ખોટું સોગંદનામું કરી અને મોટા ભાઇ હયાત હોવા છતાં વારસદારોની હકીકત છુપાવી મિલ્કત બારોબાર વેચાણ કરતા ઠગાઈનો ભોગ બનેલા મોટાભાઇએ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે નાના ભાઇ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજેન્દ્રકુમાર જીવણલાલ શાહ સુરત મુકામે રહે છે અને કરીયાણાની દુકાન ચલાવી તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓના પિતા પુષ્પકાંત જીવણલાલ શાહ ડીસા મુકામે ફરીયાણાનો હોલસેલની દુકાન ધરાવતા હતાં. જેમનું વર્ષ 2011 માં અવસાન થયું હતું. જેમના વારસદારમાં ત્રણ ભાઇ અને રાજેન્દ્રકુમારની માતા હયાત હોવા છતાં તેમના નાના ભાઇ ભરતભાઇ જીવણલાલ શાહે ખોટુ સોગંદનામું કરી અને હયાત વારસદારો પેઢીનામામાં ન બતાવી તેમના પિતાના નામે મિલ્કત ભરતભાઇ અને તેમની માતાના નામે કરાવી લીધેલ હતી. તેમના વારસાઇની ડીસા ખાતે આવેલી મિલ્કત બારોબાર વેચાણ કરી હતી. આ અંગેની જાણ તેમના મોટાભાઇ રાજેન્દ્રકુમારને થતાં તેમને ડીસા ઉત્તર પોલીસ મથકે ભરતભાઇ જીવણલાલ શાહ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીઆઇ જે.વાય.ચૌહાણ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...