હુમલો:ડીસામાં પ્રેમલગ્નની અદાવતમાં યુવતીના પરિવારે હુમલો કરી મકાનમાં તોડફોડ કરી

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે 6 શખ્સો સામે ફરિયાદ

ડીસાના અમૃતનગર સોસાયટીમાં બે દિવસ અગાઉ પ્રેમલગ્ન કરનાર યુવતીના પિયર પક્ષના સભ્યોએ હુમલો કરી તોડફોડ તેમજ મારામારી કરવાના મુદ્દે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવા પામી છે.

ડીસામાં રહેતી એક દરજી સમાજની યુવતીએ થોડા સમય અગાઉ માળી સમાજના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ આ પ્રેમલગ્ન યુવતીના પરિવારજનોને પસંદ ના હોઇ તેઓ આ બાબતે અવાર-નવાર યુવતીને સમજાવવાના પ્રયત્ન કરતા હતા તેમ છતાં પણ યુવતી મક્કમ રહેતા સોમવારે યુવતીના પરિવારજનોએ આ બાબતની અદાવત રાખી અમૃતનગર ખાતે રહેતા પ્રેમી અને તેના પરિવારજનો ઉપર હુમલો કરી મકાનમાં તોડફોડ કરી પાંચ વ્યક્તિઓને ઇજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા. અચાનક હુમલાથી ગભરાઈ ગયેલ પીડિત યુવતીએ આ મામલે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે માતા-પિતા સહિત પિયર પક્ષના છ સભ્યો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતીની ફરિયાદના આધારે પિયર પક્ષના છ સામે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આમની સામે ફરિયાદ

  • શિલ્પાબેન રમેશભાઈ દરજી
  • રમેશભાઈ મગનભાઈ દરજી
  • ગીતાબેન મગનભાઈ દરજી
  • સાહિલ રમેશભાઈ દરજી
  • હિતેશ ચમનભાઈ દરજી (પાંચેય રહે.આશાપુરા સોસાયટી, ડીસા)
  • જેકી ઉર્ફે જીતેન્દ્ર ઓમપ્રકાશ મોદી (રહે.ઉમિયાનગર,ડીસા)
અન્ય સમાચારો પણ છે...