ફરિયાદ:ડીસામાં પરિણીતાએ બટાકાનું શાક બનાવતાં સાસુ-વહુ બાખડી પડ્યા

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેવાઈ તેમજ અન્ય સગા દ્વારા ઇજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ

ડીસાના તિરુપતિ ટાઉનશીપ ખાતે રહેતા આધેડ મહિલાને સામાન્ય બાબતે વેવાઇ સહિત ત્રણ વ્યક્તિએ ધોકા વડે માર મારી ઇજા પહોંચાડતા આ બાબતે પીડિત આધેડ મહિલાએ ફરિયાદ નોંધાવી છે. ડીસાની તિરૂપતી ટાઉનશિપ ખાતે રહેતા પુષ્પાબેન સેધાભાઈ બારોટના પતિનું થોડા સમય અગાઉ નિધન થતા તેઓ નાના દીકરા નિલેશ અને પુત્ર વધુ જાગૃતિબેન સાથે રહે છે. જો કે બે દિવસ અગાઉ બપોરના સુમારે તેમની પુત્રવધુ જાગૃતિબેને જમવાનું બનાવેલ પરંતુ જમવામાં બટાકાનું શાક બનાવ્યું હતું.

જો કે પુષ્પાબેને તેમની વહુને અન્ય શાક બનાવવાનું કહેતા આ બાબતે સાસુ વહુ વચ્ચે બોલાચાલી થયેલ અને જે બાબતે જાગૃતિબેન તેમના પિયરમાં ફોન કરતા પિયરમાંથી તેમના પિતા પ્રતાપભાઈ વિઠલભાઈ બારોટ, જગદીશભાઈ ભરતભાઇ બારોટ, દલપતભાઈ ધીરજભાઈ બારોટ ડીસા તિરુપતિ સોસાયટી ખાતે દોડી આવેલા અને વેવાણ પુષ્પાબેનને ઠપકો આપી ધોકા તેમજ માર માર્યો હતો. ઇજાગ્રસ્ત પુષ્પાબેનને સારવાર અર્થે ડીસા સિવિલ ખાતે ખસેડાયા હતા. પોલીસે પુષ્પાબેનની ફરિયાદ આધારે પ્રતાપભાઈ વિઠલભાઈ બારોટ, જગદીશભાઈ ભરતભાઇ બારોટ અને દલપતભાઈ ધીરજભાઈ બારોટ (તમામ રહે.વડગામ) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...