તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ડીસામાં ધારાસભ્ય સહિત ભાજપના પાંચ નગરસેવકોએ ટિકિટ ન માગી

ડીસાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પાલિકામાં સત્તા કબજે કરવા ભાજપ-કોગ્રેસે કમર કસી

ડીસા પાલિકાની ચૂંટણીને પગલે ઘમાસાણ વચ્ચે સ્થાનિક ધારાસભ્ય સહિત ભાજપના પાંચ સદસ્યોએ ટિકિટની માગણી કરી નથી. વર્ષ 2015 માં ભાજપ 21, કોગ્રેસ 06 અને અપક્ષના 17 મળી કુલ 44 સભ્યો ચૂટાયા હતાં. જો કે, અપક્ષના મોટાભાગના સદસ્યોએ ભાજપને ટેકો આપ્યો હતો. આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો એ પણ ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ડીસા પાલિકા ચૂંટણી અંતર્ગત ઇન્ચાર્જ રાણાભાઇ દેસાઇ, યશવંતભાઈ બચાણી અને રેખાબેન ખાણેશા ની ઉપસ્થિતિમાં ચૂંટણી લડવા ઉત્સુક ઉમેદવારોને સાભળવામા આવ્યાં હતાં. જેમાં વોર્ડ નંબર 4 માં સૌથી વધુ 60 અને વોર્ડ નંબર 11 માં સૌથી ઓછા પાંચ ઉમેદવારો બાયોડેટા રજૂ કર્યા હતા.ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે "ડીસા નગરના વિકાસમાં પણ કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે ત્યારે આગામી સમયમાં યોજાનાર ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં શહેરીજનો બહુમતી સાથે ભાજપને વિજેતા બનાવશે.

ટિકિટ ન માંગનાર નગર સેવકો
- શશીકાંતભાઇ પંડ્યા (ધારાસભ્ય)
- અમૃતભાઇ દવે (પૂર્વ મહામંત્રી)
- પ્રવિણકુમાર માળી (પૂર્વ પ્રમુખ)
- કાતિલાલ સોની (પૂર્વ ઉપપ્રમુખ)
- કંચનબા રાજપૂત (પૂર્વ સદસ્ય)
- મણીબેન પરમાર (પૂર્વ સદસ્ય)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો