તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:ડીસામાં સિંધી કોલોની વિસ્તારના યુવકનો અગમ્ય કારણે ગળે ફાંસો ખાઈ આપઘાત

ડીસા20 દિવસ પહેલા
 • કૉપી લિંક

ડીસાના સિંધી કોલોની વિસ્તારમાં રહેતા અને ફુલ વેચી ગુજરાન ચલાવતા યુવકે ગુરુવારે મોડી સાંજે અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે.આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ડીસામાં ગુરૂવારે મોડી સાંજે સિંધી કોલોની વિસ્તારમાં રહેતા અને મંદિરમાં ફૂલ વેચી ગુજરાન ચલાવતા 30 વર્ષીય મિતેશભાઈ રાજુભાઇ માળીએ પોતાના જ ઘરમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. બનાવના પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરતા દક્ષિણ પોલીસની ટીમ દોડી આવી હતી અને મૃતકની લાશને નીચે ઉતારી પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો