કાર્યવાહી:ડીસામાં બાળક શંકાસ્પદ ડેન્ગ્યૂની ઝપટમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા તપાસ

ડીસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરના જુદાજુદા વિસ્તારમાં તંત્રએ ચેકીંગ હાથ ધર્યું છે. - Divya Bhaskar
શહેરના જુદાજુદા વિસ્તારમાં તંત્રએ ચેકીંગ હાથ ધર્યું છે.
  • ડેન્ગ્યુ સહિતના રોગચાળાએ માથું ઉંચકતા આરોગ્ય તંત્ર દોડતું થયું

ડીસા શહેરમાં ડેન્ગ્યુનો શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ડેન્ગ્યુના કેસોને અટકાવવા માટે ડીસા શહેરના જુદાજુદા વિસ્તારમાં આરોગ્ય તંત્રએ ચેકીંગ હાથ ધર્યું છે.રોગચાળાને લઈ લોકોમાં ફફડાટ ફેલાયો છે.

સોમવારે ડીસામાં એક બાળકમાં ડેન્ગ્યુનો કેસ શંકાસ્પદ આવ્યો હોવાની જાણ થતાં જ ડીસા આરોગ્ય વિભાગ દ્વારા ડીસાના અલગ-અલગ વોર્ડમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્યની ટીમ દ્વારા પાણી જન્ય રોગોમાં વધારો ના થાય, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા કેસોમાં વધારો જોવા ના મળે એ હેતુથી પાણીની અંદર દવાઓ અને લોકોને ડેન્ગ્યુથી બચવા માટે સમજણ આપવામાં આવી હતી. સોમવારે આરોગ્યની ટીમ દ્વારા રોગચાળો અટકાવવા માટે ડીસાના અલગ-અલગ વિસ્તારોમાં પાણીની તપાસ કરી દવાઓ અને ઘરે ઘરે જઈ લોકોને સમજણ આપવામાં આવી હતી. ડીસા અર્બન-2 ના સુપરવાઈઝર હિતેશભાઈ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ આરોગ્યની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...