તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ડીસાથી 2 ડાલામાં 58 ઘેટા-બકરાંને કતલખાને લઈ જવાતાં બચાવાયાં

ડીસા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
2 ઘેટા મૃત હાલતમાં મળ્યાં,ચાલકો ડાલુ મુકી ભાગી ગયા - Divya Bhaskar
2 ઘેટા મૃત હાલતમાં મળ્યાં,ચાલકો ડાલુ મુકી ભાગી ગયા

ડીસા બનાસ નદીના પુલ ઉપર શુક્રવારે વહેલી સવારે જીવદયા કાર્યકરોએ ગેરકાયદેસર રીતે કતલખાને લઇ જતાં 58 જીવતા અને 2 મૃત ઘેટા-બકરા ભરેલા બે જીપડાલા ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડીસા શહેરમાં વહેલી સવારે અનેક વાહનોમાં ગેરકાયદેસર રીતે અબોલ પશુઓને કતલખાને લઇ જવામાં આવતા હોવાની બાતમી એકતા એજ લક્ષ સંગઠનનાં કાર્યકર હિમાલય માલોસણીયા, મનીષ ભાટ, નમન પુરોહિત, દિનેશભાઈ ચૌધરી, અમરતભાઈ રબારીને મળી હતી. આથી આ તમામ જીવદયા કાર્યકરો શુક્રવારે વહેલી સવારે આખોલ ચાર રસ્તા પર વોચમાં બેઠા હતા.

જે દરમિયાન બનાસ પુલ પર જીજે-16-એક્સ-4051 અને જીજે-18-એટી-1736 નંબરના પીકઅપ ડાલા આવતા રોકવાનો ઇશારો કરતાં બન્ને ચાલકો ડાલા મુકી ફરાર થઇ ગયા હતા. જીવદયા કાર્યકરોએ બન્ને જીપડાલામાં તપાસ કરતાં 58 જીવતા અને બે મૃત મળી 60 ઘેટા-બકરા મળી આવ્યાં હતાં. આથી ડીસા તાલુકા પોલીસ મથકે હિમાલયકુમાર રમેશભાઇ માલોસણીયા (રહે.દાંતીવાડા કોલોની) એ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હે.કો.અમૃતભાઇ દેસાઇ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો