કાર્યવાહી:ડીસામાં મકાનના ધાબા પરથી ચોરીના ફરમા સાથે શખ્સ ઝબ્બે

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દક્ષિણ પોલીસે ક્રિષ્ણાપાર્ક સોસાયટીમાંથી 164 નંગ ફરમા સાથે શખ્સને ઝડપી પાડ્યો

ડીસા શહેર દક્ષિણ પોલીસે રૂપિયા 71,700 ની કિંમતના 164 નંગ ફરમા સાથે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઇ વાય.એમ.મિશ્રાને બાતમી મળી હતી કે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ સેન્ટીંગના ફરમાઓ ડીસાની ક્રિષ્ણાપાર્ક સોસાયટીના ભાગ-1માં રહેતા હિતેશપુરી બાબુપુરી ગૌસ્વામીએ પોતાના ઘરના ધાબા ઉપર સંતાડી રાખેલ છે. આથી પોલીસ સ્ટાફના માણસોએ ઘરે જઇ તપાસ કરાવતા તેના ઘરના ધાબા ઉ૫રથી રૂપિયા 71,700 ની કિંમતના 164 નંગ સેન્ટીંગના ફરમાઓ મળી આવ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારના 100 અને ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારના 64 ફરમા ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે હિતેશપુરી બાબુપુરી ગૌસ્વામી (રહે.ક્રિષ્ણાપાર્ક સોસાયટી ભાગ-1, ડીસા, મુળ રહે.રાણપુર પહેલોવાસ,તા.ડીસા) ની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...