હવામાન:ડીસામાં 24 કલાકમાં ઠંડી 4 ડિગ્રી વધી 17.6 થઇ

ડીસા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તર-પૂર્વ દિશાના પવનના કારણે હવામાં ભેજનું પ્રમાણ ઘટતાં ઠંડીમાં વધારો થશે

ઉત્તર ગુજરાતમાં મંગળવારે મોટાભાગે ઉત્તર- પૂર્વ દિશાનો પવન ફૂંકાયો હતો. જેના કારણે લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો ઘટાડો, જ્યારે મહત્તમ તાપમાનમાં પોણા ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. ડીસાનું તાપમાન 17.6 ડિગ્રી નોંધાયું હતુ.આગામી સપ્તાહમાં પણ ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.

ઉત્તર ગુજરાતમાં રાત્રીના તાપમાન 4 ડિગ્રી સુધીના ઘટાડાના કારણે મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 17.6 થી 19 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. જ્યારે દિવસના તાપમાનમાં પોણા ડિગ્રીનો ઘટાડો થતાં મુખ્ય 5 શહેરોનું તાપમાન 32.8 થી 33.4 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણેક દિવસમાં ઉત્તર-પૂર્વ દિશાના પવનના કારણે હવામાં ભેજનું પ્રમાણ ઘટશે. જેના કારણે ઠંડીમાં 4 ડિગ્રી એટલે તાપમાન 13 ડિગ્રીની આસપાસ આવવાની શક્યતા છે.

બીજી બાજુ ઉત્તર ભારતમાં એક વેસ્ટન ડિસ્ટબન્સ સક્રિય થયું છે. જેને લઇ આગામી સપ્તાહમાં પણ ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.

ઉ.ગુ.ના 5 શહેરોમાં ઠંડીની સ્થિતિ

શહેરડિગ્રી
મહેસાણા19
પાટણ18
ડીસા17.6
ઇડર17.8
મોડાસા19
અન્ય સમાચારો પણ છે...