તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની બેદરકારી:ડીસામાં ચોમાસા પૂર્વે ગટરની સફાઇ નહીં થાય તો પાણી ઘરોમાં ઘૂસી જશે

ડીસા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોસ્ટ ઓફિસ, સિન્ધી કોલોની વિસ્તારમાં પસાર થતી ગટર કાદવથી ભરાઇ

ડીસા શહેરમાં પસાર થતી મોટી-મોટી ગટર કાદવ કીચડથી ભરાઇ ગઇ છે. જો ચોમાસાની સિઝનમાં વરસાદ પહેલાં ગટરોની સફાઇ કરવામાં નહી આવે તો અનેક સોસાયટીઓ અને ઘરોમાં ગટરના પાણી ફરી વહે તેમ છે.

નગરપાલિકા દ્વારા શહેરની વિવિધ સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારમાંથી ગટરનું ગંદુ પાણી મોટી ગટર મારફતે નદીમાં નાખવામાં આવે છે. પરંતુ શહેરના અનેક વિસ્તારોમાંથી પસાર થતી મોટી ગટર કાદવ કીચડના કારણે ભરાઇ જવા પામી છે. શહેરની એસસીડબલ્યુ હાઇસ્કુલ, પોસ્ટ ઓફીસ પાછળનો વિસ્તાર તેમજ સિન્ધી કોલોની વિસ્તારમાંથી આઠ થી દસ ફુટ ઉડી ગટર નિકળે છે પરંતુ આ મુખ્ય ગટરની નગરપાલિકા દ્વારા દર વર્ષે યોગ્ય રીતે સાફ સફાઇ ન થતાં મોટી ગટરો પુરાઇ રહી છે. જો પાલિકા દ્વારા વરસાદ પૂર્વે મોટી ગટરોની સફાઇ કરવામાં નહી આવે તો કાદવ કીચડ અને કચરાના લીધે ગટરમાં પાણીનો પ્રવાહ અટકી જશે અને વરસાદી તેમજ ગટરનું ગંદુ પાણી અનેક સોસાયટી તેમજ નીચાણવાળા વિસ્તારમાં ભરાઇ જવાની શકયતાઓ સેવાઇ રહી છે.

આ અંગે ચીફ ઓફીસર ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું હતું કે, શહેરની તમામ નાની મોટી ગટરની જેસીબી સહિતના સાધનોથી સાફ સફાઇ કરવામાં આવી રહી છે અને જે ગટરમાં જેસીબી નહી જાય ત્યાં માણસો મુકીને પણ ગટરો સાફ કરાશે.

મુખ્ય ગટરોની નિયમિત સાફ સફાઇ કરવામાં આવતી નથી. જેથી ઝાંખરા ઉગી નિકળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...