ખેતી પર સંકટના વાદળાં:બનાસનદી બારે માસ વહેતી કરાય તો ડીસામાં ભૂગર્ભ જળનું કાયમી ધોરણે નિવારણ થાય

ડીસા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીસા તાલુકાના ભૂગર્ભ જળમાં ઘટાડો, ખેતીના વ્યવસાય ઉપર સંકટના વાદળાં

ડીસા તાલુકાના ભૂગર્ભ જળ ઉંડા જઇ રહ્યા છે. જેથી બનાસ ડેરી પ્રેરીત બનાસ જળ શકિત અભિયાન અંતર્ગત 12 ગામ તળાવો ઊંડા કરાયા છે પરંતુ દાંતીવાડા ડેમમાંથી બનાસ નદી સજીવન કરાય તો ભૂગર્ભ જળના યક્ષ પ્રશ્નનું કાયમી ધોરણે નિવારણ આવી શકે તેમ છે.

અગાઉ બનાસ નદીના વહેણને લઇ ડીસા તાલુકો પાણી ક્ષેત્રે સમૃધ્ધ હતો પરંતુ નદીનું વહેણ બંધ થતાં અપુરતા વરસાદ અને હજારો બોરો મારફત રાત-દિવસ ઉલેચાતા પાણીને લઈ ભૂગર્ભ જળ ચિંતાજનક હદે ઘટીને 409 થી 425 ફુટે પહોંચી ગયું છે. જેથી એક માત્ર ખેતીના વ્યવસાય ઉપર સંકટના વાદળાં મંડરાયા છે. ભૂગર્ભ જળના કાયમી નિવારણ માટે બનાસ નદી ફરી વહેતી કરવી એક માત્ર વિકલ્પ છે. દાંતીવાડા ડેમમાં 571 ફુટનું લેવલ જાળવી રાખી બાકીનું પાણી નદીમાં છોડાય તો નદી બારેમાસ વહેતી થઈ શકે તેમ છે.

આ વર્ષે 40 ફૂટ ઉંડા ગયા
ડીસા સહીત જિલ્લામાં છેલ્લે 2018 માં પુર બાદ છેલ્લા બે વર્ષથી નહીવત વરસાદ થઇ રહ્યો છે. જેના કારણે ભૂગર્ભ જળ ઉત્તરોતર ઘટતા જાય છે. આ વર્ષે ભૂગર્ભ જળ 40 ફુટ જેટલા ઉંડા ગયા છે. જેના કારણે ખેડૂતોને બોરમાં 4 નવી કોલમ ઉતારવાની ફરજ પડી છે. ભૂગર્ભ જળ ઘટતા એકમાત્ર કૃષિના વ્યવસાય ઉપર વિપરીત અસરો વર્તાવા લાગી છે.

અન્ય સમાચારો પણ છે...