તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:કાંકરેજના મૈડકોલની પરિણીતાની હત્યા કરનાર પતિને આજીવન કેદ

ડીસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 વર્ષ અગાઉ કેસનોડીસાની એડીશનલ સેશન્સ કોર્ટનો ચુકાદો

ત્રણ વર્ષ અગાઉ કાંકરેજના મૈડકોલ ગામની પરિણીતા પોતાના બે બાળકો સાથે પિયર ગઇ હતી ત્યારે પરિણીતાના પતિએ ચપ્પાના ઘા મારી હત્યા નિપજાવી હતી. જે અંગેનો કેસ ડીસાની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં હત્યારા પતિને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

કાંકરેજ તાલુકાના કાકરાળા ગામના સોવનજી શંકરજી ઠાકોરની દિકરી જશીબેનના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ અગિયાર વર્ષ અગાઉ તાલુકાના જ મૈડકોલ ગામના ભગાજી રામાજી ઠાકોર સાથે થયા હતા. લગ્ન જીવન દરમ્યાન તેઓને બે દિકરાઓ અવતર્યા હતા. જો કે, જશીબેન તેઓના પિયર મળવા માટે ગયા હતાં જે દરમ્યાન તા. 2 એપ્રિલ 2018 ના રોજ ભગાજી ઠાકોર તેમની પત્નીને તેડવા માટે ગયો હતો પરંતુ જશીબેન એ કહેલ કે, મારી તબિયત સારી નથી અને મારા માતા પિતા ઘરે આવે પછી આપણે જઈશું તેમ કહેતાં જ ભગાજીએ ઉશ્કેરાઈ જઇ ચપ્પા (ખંજર) વડે ઉપરાછાપરી ઘા મારી હત્યા નિપજાવી હતી. આથી મૃતક મહિલાની બહેને શિહોરી પોલીસ મથકે હત્યાની ફરીયાદ નોંધાવી હતી.

જે અંગે નો કેસ સોમવારે ડીસાની ચોથી એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ડી.પી.પટેલની દલીલોને ગ્રાહ્ય રાખી એડીશનલ સેશન્સ જજ સી.કે.મુનશીએ ભગાજી રામાજી ઠાકોરને હત્યા કેસમાં કસુરવાર ઠેરવી આજીવન કેદ અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...