ખેડૂતોનો વિરોધ:ડીસાના કાંટમાં એચપીસીએલની પાઇપ લાઇનનું કામ અટકાવતાં હોબાળો મચ્યો

ડીસા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વળતર આપ્યા વગર કામ કરાતાં ખેડૂતોનો વિરોધ , પોલીસ બંદોબસ્ત વચ્ચે કામ શરૂ કરાયું

ડીસાના કાંટ ગામમાં નુકશાનનું વળતરનું પંચનામું કર્યાં વગર શનિવારે ખેતરોમાં ઉભા પાકમાં એચ.પી.સી.એલ. પાઇપલાઇન નાખવાનું શરૂ કરતાં ખેડૂતોએ કામ રોકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, એચ.પી.સી.એલ. અધિકારીઓએ પોલીસના પ્રોટેક્શન સાથે કામકાજ શરૂ કર્યું છે.

કાંટ ગામમાં શનિવારે ખેતરોમાં ઉભા પાકમાં એચ.પી.સી.એલ. પાઇપલાઇન નાખવા માટે અધિકારીઓ દ્વારા જે.સી.બી. મશીનથી ખોદકામ શરૂ કરાયું હતું. જેમાં ઉભા પાક નુકશાનનું વળતર ચૂકવાયા વગર કામ શરૂ કરાતાં ખેડૂતોએ આક્રોશ સાથે વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે ખેડૂતોએ આક્રોશ સાથે કામ અટકાવ્યું હતું. જો કે, એચ.પી.સી.એલ.ના અધિકારીઓએ પોલીસના પ્રોટેક્શન સાથે કામ શરૂ કરાયું હતું. જ્યારે એચ.પી.સી.એલ. કંપની દ્ધારા ખેતીનું વળતર ચૂકવવા ખેડૂતોએ માંગ કરી છે.

રવી સિઝનના પાકને નુકસાન થઇ રહ્યું છે
છ માસથી ચાલતી કામગીરીમાં રવી સીઝન દરમિયાન વાવેતર કરેલું હોવા છતાં HPCL ના અધિકારીઓ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. રવી સિઝનમાં ખેડૂતોએ પાકનું વાવેતર થઈ ગયું છે. પરંતુ તેમ છતાં કામગીરી પ્રગતિ પર હોઈ ખેડૂતોના પાકનું નુકસાન થયું છે. ખેડૂતોની માંગણી છે કે સરકાર રવી સીઝનમાં થયેલા પાક નુકસાનીનું વળતર ચુકવે.’: મુકેશ માળી (ખેડૂત)

ખેડૂતોને વળતર ચૂકવાઈ ગયું છે
‘વીએચપીસીએલની પાઈપલાઈનની કામગીરી પ્રગતિ પર છે. તે વચ્ચે ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે. ફરજ પરના એચપીસીએલ અધિકારીનું કહેવું છે કે ખેડૂતોને પાઈપલાઈન નાખવા પેટે થયેલા નુકસાનનું વળતર ચૂકવાયું છે. પરંતુ તેમ છતાં ખેડૂતો રવી સીઝનમાં નવા નુકસાનના વળતરની માંગ કરી રહ્યા છે. જેનો ઉલ્લેખ કાયદામાં ક્યારેય નથી. જેથી આ સમગ્ર મામલો નાયબ કલેકટર મહેસૂલમાં હોઇ આ મામલે તેમના તરફથી કોઈ કામગીરી કરવાની રહેતી નથી.’: નીતીશકુમાર (અધિકારી, HPCL)

અન્ય સમાચારો પણ છે...