તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શોષણ:સરકાર હોમગાર્ડઝનું શોષણ કરાતી હોવાની બુમરાડ, 6 ડિસ.દેશભરમાં હોમગાર્ડઝ સ્થાપના દિન તરીકે ઉજવાય છે

ડીસા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

દેશભરમાં 6 ડીસેમ્બરને હોમગાર્ડઝ સ્થાપના દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે હોમગાર્ડઝ દળની સ્થાપના થઇ ત્યારથી આજદિન સુધી ગુજરાત સરકાર દ્વારા જવાનોનું શોષણ કરવામાં આવતું હોવાની બૂમરાડ ઉઠવા પામી છે. સમાજના વિવિધ વર્ગના જાગૃત નાગરિકો-યુવાનો કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં પોલીસને મદદરૂપ થાય તેમજ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં લોકોને વ્યવસ્થિત રીતે મદદરૂપ થાય તે આશયથી મોરારજી દેસાઇ દ્વારા 6 ડિસેમ્બર-1947 ના રોજ બૃહદ મુબઇ રાજયમાં હોમગાર્ડઝ દળની સ્થાપના કરવામાં આવી હતી.

ગુજરાતમાં રાજ્યની સ્થાપના સમયથી આ દળ કાર્યરત છે તેમજ ગુજરાતમાં 50 હજાર જેટલાં હોમગાર્ડઝ જવાનો પોલીસ સાથે ખભેખભો મિલાવી રાત-દિવસ ઉમદા ફરજ બજાવી રહ્યાં છે તેમ છતાં ગુજરાત સરકાર હોમગાર્ડઝ જવાનો પ્રત્યે દુલક્ષ સેવી રહી છે. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં હોમગાર્ડઝ જવાનોને રૂપિયા 500 થી 700 દૈનિક ભથ્થું આપવામાં આવે છે. જેની સામે ગુજરાતમાં માત્ર દૈનિક રૂપિયા 304 નું ભથ્થું અપાય છે.

અન્ય રાજ્યમાં હોમગાર્ડનો પગાર

યુપીરૂ.17,600
હિમાલયરૂ.18,900
દિલ્હીરૂ.17,500
રાજસ્થાનરૂ.17,500
કેરળરૂ.17,500
મધ્યપ્રદેશરૂ.18,000

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો