તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:જોખમનગરમાં કરંટ લાગતાં હેલ્પરનું મોત, કામગીરી દરમિયાન યુવક નીચે પટકાતાં મોત,ડીસા સિવિલમાં પીએમ કરાયું

ડીસા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડીસા-પાલનપુર હાઇવે પરના અનાજ માર્કેટયાર્ડ સામે આવેલ જોખમનગરમાં કામગીરી દરમિયાન અચાનક કરંટ લાગતાં ડીસા યુજીવીસીએલના આશાસ્પદ કર્મચારીનું ઘટના સ્થળે મોત નિપજતા અરેરાટી વ્યાપી છે.લાખણી તાલુકાના દેવસરી ગામના અને શહેરમાં વિજ હેલ્પર તરીકે ફરજ બજાવતા પ્રકાશભાઇ લવજીભાઇ નાઇ (ઉં.વ.32) ડીસા-પાલનપુર હાઇવે પર આવેલા જોખમનગર વિસ્તારમાં વીજ લાઇનનું કામકાજ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક વીજ લાઇનમાંથી કરંટ લાગતાં તેઓ નીચે પટકાયા હતા.

આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. જો કે, કરંટ લાગતાં પ્રકાશભાઇનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં યુજીવીસીએલ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતાં. લાશને ડીસાના સેવાભાવી મનુભાઇ આસ્નાનીએ વતન સુધી પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. જો કે, કઇ રીતે કરંટ લાગ્યો તે અંગે તપાસ ચાલી રહી હોવાનું રટણ વીજકંપનીના અધિકારીઓ કરી રહ્યાં છે.

બેદરકારીએ આશાસ્પદ યુવાનનો ભોગ લીધો
ચોમાસાની સિઝન દરમિયાન વીજફોલ્ટ વધુ રહે છે તેમજ ફોલ્ટના નિરાકરણ માટે વીજ લાઇનને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવે છે પરંતુ વીજ કર્મચારીઓની બેદરકારીના લીધે ડીસાના જોખમનગરમાં વીજ પુરવઠો બંધ કર્યાં વગર ચાલુ વીજ લાઇનું કામ કરતા આશાસ્પદ કર્મચારીનું મોત નિપજ્યું છે.

અન્ય સમાચારો પણ છે...