જનસભા:સરકારે સહકારી ક્ષેત્રમાં ગોપાલક મંડળીનો મતાધિકાર છીનવી લીધો: હાર્દિક પટેલ

ડીસા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોપાલ રબારી સમાજ સેવા સંગઠન ડીસા બનાસકાંઠા દ્વારા હાર્દિક પટેલને રજૂઆત કરી,સહકારી ક્ષેત્ર પશુપાલકો અને ખેડૂતો હસ્તક જ રાખવા માંગ

બનાસકાંઠાના રબારી સમાજ દ્વારા હાર્દિક પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આઝાદી બાદ ગુજરાત ની દરેક સહકારી સંસ્થાઓમાં ગોપાલક મંડળીઓને મતનો અધિકાર આપવામાં આવ્યો હતો પરંતુ ગુજરાતમાં ભાજપ ની સરકાર આવ્યા બાદ ધીમે ધીમે ગોપાલક મંડળીઓને સાઇડ લાઇન કરીને હાસીયામા ધકેલી દેવામા આવી છે.

ગુજરાતમાં સૌથી વધુ ગોપાલક મંડળીઓ બનાસકાંઠા જીલ્લામાં હતી પરંતુ સરકાર દ્વારા ગોપાલક મંડળીઓનો મતાધિકાર છીનવી લેતા મંડળીઓ આજે મૃતપાય હાલતમાં છે. દિયોદર વિધાનસભા વિસ્તારમાં જન જાગરણ અભિયાન અંતર્ગત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્માજી, પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત કોંગ્રેસના ધારાસભ્યો તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં જનસભા યોજાઈ હતી.

જેમાં ગોપાલ રબારી સમાજ સેવા સંગઠન (ગોપાલ સેના) ડીસા બનાસકાંઠા ના નરસિંહભાઈ દેસાઈ (બાઇવાડા) દ્વારા માલધારી સહીત અન્ય સમાજો પાસે ગોપાલક મંડળીઓ હતી પરંતુ આ મંડળીઓ પાસે થી સરકારે સહકારી ક્ષેત્રમાં મત નો અધિકાર લઇ લીધો છે.ગોપાલક મંડળીઓને સહકારી ક્ષેત્રમાં મતનો અધિકાર આપે તેમજ સહકારી ક્ષેત્ર ને સામાજીક, ખેડૂત તથા પશુપાલકો પાસે જ રહેવા દે તે માટે ગુજરાત પ્રદેશ કોગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ને રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...