તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ડીસામાં સોના-ચાંદીના વેપારીએ ગ્રાહકો સાથે રૂ.18.98 લાખની છેતરપિંડી આચરી

ડીસા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડીસામાં સોની વેપારી દ્વારા ઠગાઇ આચરતા પોલીસ દ્વારા તપાસ - Divya Bhaskar
ડીસામાં સોની વેપારી દ્વારા ઠગાઇ આચરતા પોલીસ દ્વારા તપાસ
  • સોના-ચાંદીના વેપારી પિતા અને તના બે પુત્રો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
  • અલ્પા જવેલર્સના વેપારી સોના-ચાંદીના દાગીના,રોકડ રકમ ગ્રાહકો પાસેથી લઇ હોલમાર્ક કરી આપવાનું કહી દાગીના તેમજ રોકડ પરત આપતા ન હતા

ડીસા શહેરના લાલચાલી વિસ્તારમાં સોના-ચાંદીના વેપારીએ ગ્રાહકો સાથે રૂપિયા 18,98,045 ના મુદામાલની છેતરપિંડી કરતા ડીસા ઉત્તર પોલીસ મથકે સોના-ચાંદીના વેપારી પિતા તેમજ બે પુત્ર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આથી ગુરૂવારે ડીસા શહેર ઉત્તર પોલીસે આરોપીની દુકાન તેમજ ઘરે જઈ તપાસ હાથ ધરી હતી.

ડીસામાં શહેરના લાલચાલી વિસ્તાર આવેલી સોના-ચાંદીની અલ્પા જવેલર્સની દુકાન ધરાવતા રમેશભાઈ ધરમાભાઈ સોની, સંજયભાઈ રમેશભાઈ સોની તેમજ રીતેશભાઈ રમેશભાઈ સોની સાથે મળી દુકાન ચલાવે છે. આ ત્રણેય વેપારીઓ દ્વારા ડીસા શહેર તેમજ આજુબાજુના ગામડામાંથી કેટલાય ગ્રાહકો સાથે છેતરપિંડી તેમજ ઠગાઈ કરી નાશી ગયેલ છે.

આ સોના-ચાંદીના વેપારી પિતા તેમજ બે પુત્ર વિરુદ્ધ લાખો રૂપિયાની છેતરપિંડીની ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. અત્યાર સુધી પિતા અને તેમના પુત્ર અનેક લોકો સાથે છેતરપિંડી કરતા ગુરૂવારે ડીસા ઉત્તર પોલીસે તપાસ શરૂ કરી હતી અને ડીસાના લાલચાલી વિસ્તારમાં આવેલી આલ્પા જ્વેલર્સ દુકાન પર ગુરુવારે પોલીસ પોતાની ટીમ સાથે પહોંચી તપાસ શરૂ કરી હતી.

આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘અલ્પા જવેલર્સના વેપારી સામે સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ગ્રાહકો પાસેથી લઇ હોલમાર્ક કરી આપવાનું કહી દાગીના તેમજ રોકડ પરત ન આપી કુલ રૂ.18,98,045ના મુદામાલની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે અંગે તપાસ ચાલી રહી છે.’

અન્ય સમાચારો પણ છે...