તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:ડીસા, સુઇગામ અને થરાદમાં ગૌશાળા સંચાલકોએ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા આવેદન આપ્યાં

ડીસા,સુઇગામ,થરાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ ખેંચાતા ગૌશાળા અને પાંજરાપોળમાં ઘાસચારાની અછત

ચાલુ વર્ષે બનાસકાંઠા જીલ્લામાં હજુ સુધી માત્ર 25 ટકા જેટલો વરસાદ થયો છે. જેના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળમાં ઘાસચારાની અછત સર્જાતા સંચાલકોમાં મુશ્કેલી જોવા મળી રહી છે. ત્યારે બુધવારે ડીસા, સુઇગામ અને થરાદમાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા આવેદનપત્ર આપ્યા હતા.

ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકોએ ડીસા મામલતદાર એ.જે.પારગીને આવેદનપત્ર આપી સરકાર તાત્કાલિક ધોરણે બનાસકાંઠા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સહાય પુરી પાડવામાં આવે તેની માંગ કરવામાં આવી હતી. જ્યારે સુઇગામ તાલુકાના સુઇગામ, બેણપ,મોરવાડા, નડાબેટ, જેલાણા, ભરડવા વિગેરે ગામોના ગૌશાળાઓ તેમજ પાંજરાપોળના સંચાલકો દ્વારા બુધવારે સુઇગામ મામલતદાર કે. બી. ઓઝાને, થરાદમાં પણ મામલતદારને આવેદનપત્ર આપી સરકાર દ્વારા ગૌશાળા પાંજરાપોળને કાયમી નિભાવ ફંડ જાહેર કરવા, ઘાસચારાના સહાય કરવા, દાણની વ્યવસ્થા અથવા સહાય ચુકવવાની માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...