ગણપતિ બાપ્પાનું વિસર્જન:શેરપુરાની ખેતતલાવડીમાં ગણેશ વિસર્જન કરાયું

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ચાલુ વર્ષે બનાસકાંઠા તેમજ રાજસ્થાનના ઉપરવાસમાં અપૂરતા વરસાદથી બનાસની બાલારામ અને વિશ્વેશ્વર નદી કોરી ધાકોર જોવા મળી રહી છે. આથી ગણેશ વિસર્જન માટે મુંઝવતા અનુભવાઇ રહી છે ત્યારે ડીસાના શેરપુરા ગામની ખેત તલાવડીમાં લોકો ગણેશ વિસર્જન તરફ વળ્યાં છે.

ડીસાના વતની ફરશુભાઈ ઠક્કરે પણ પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરી હતી. તેઓ બાલારામ અને વિશ્વેશ્વર જઇ આવ્યા પણ બંને નદીઓમાં પાણી ના હોવાના કારણે ગણેશજીને પધરાવી ના શક્યા. જો કે શેરપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત અણદાભાઈ જાટે તૈયાર કરેલ ખેત તલાવડી ચાલુ ચોમાસામાં સંપૂર્ણ ભરાઇ ગઇ છે તો ફરસુભાઈ ઠક્કરના પરિવાર દ્વારા શેરપુરા ખેત તલાવડીમાં ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જીલ્લાની બાલારામ અને વિશ્વેશ્વર નદી કોરી ધાકોર જોવા મળતા ડીસા આસપાસના લોકો ગણપતિ વિસર્જન માટે શેરપુરાની ખેત તલાવડી તરફ વળ્યા છે તેમ ખેડૂત અણદાભાઇ જાટે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...