ધરપકડ:જામનગરના પ્રોહિબીશનના ગુનાનો ફરાર આરોપી ઝબ્બે

ડીસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં સંડોવાયેલ અને નાસતા ફરતા આરોપીને ડીસા શહેર દક્ષિણ પોલીસે શનિવારે ડીસાથી ઝડપી વધુ તપાસ માટે જામનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

ડીસા શહેરના જલારામ મંદિરથી રાણપુર રોડ ઉપર આવેલ જલારામ સોસાયટીની સામેની પિન્કસીટી સોસાયટીમાં રહેતા ખુશાલભાઇ ધર્માજી માળી સામે જામનગરએ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રહિબિશન એકટ મુજબ ગુનો દાખલ થયેલો હતો. છેલ્લાં ઘણા સમયથી નાસતા ફરતા હતાં ત્યારે ડીસા શહેર દક્ષિણ પીઆઈ વાય.એમ.મિશ્રાના માર્ગદર્શન મુજબ સ્ટાફ પેટ્રોલીગમાં હતાં. જે દરમિયાન પિન્કસીટી સોસાયટીમાંથી ખુશાલભાઇ ધર્માજી માળીને ડીસા મુકામેથી અટક કરી આગળની કાર્યવાહી માટે જામનગર પોલીસને જાણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...