ડીસાના જુનાડીસાના ખોડિયાર ચોકમાં પ્રેમલગ્નની બાબતે મારામારી થતાં ફરિયાદ નોંધાઈ છે.જુના ડીસા ખાતે રહેતા રેખાબેન મફાભાઈ પુનડિયાના 10 વર્ષ અગાઉ ફિરદોશખાન ઈસ્માઈલ ખાન સિંધી સાથે પ્રેમ લગ્ન કરેલ આ પ્રેમ લગ્નના કારણે યુવતીના પરિવાર માં એકબીજા સાથે મનદુઃખ હતું અને 4 માર્ચે રેખાબેન પોતાની ઈકો ગાડીના ડ્રાઈવરના શાળાના લગ્ન હોવાથી જુનાડીસા ગામમાં ભગુડામાં ગયેલા હતા અને ખોડીયાર ચોકમાં વરઘોડામાં રેખાબેન નાચતા હતા.
દરમિયાન રેખાબેનનો ભાઈ દિલીપ ભાઈ મફાભાઈ પુનડિયા અને જશીબેન દિલીપભાઈ પુનડિયા અને તેનો ભત્રીજો કુણાલ દિલીપભાઈ પુનડિયા આ ત્રણે જણા રેખાબેન પાસે આવી પ્રેમ લગ્નેની અદાવત રાખી તું અહીંયા કેમ આવી છે તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યો અને રેખાબેનને અપશબ્દો બોલવાની ના કહેતા ઉશ્કેરાઇ જઇ રેખાબેન સાથે ઝપાઝપી કરેલ અને રેખાબેનને ગડદાપાટુનો માર માર માર્યો હતો.
બાદ આ ત્રણેય જતા જતા કહેતા લાગ્યા કે હવે પછી અહીં આવીશ તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપતા નીકળી ગયેલ ત્યારબાદ રેખાબેનના ભાઈ દિલીપભાઈએ રેખાબેનની ઇકો ગાડી નંબર જીજે 08 સીસી 6006 બહાર પડેલ હોય જેનો મેન કાચ ફેટો મારી તોડી નાખતાં રેખાબેને ડીસા તાલુકા પોલીસ મથકે દિલીપભાઈ મફાભાઈ પુનડિયા, જશીબેન દિલીપભાઈ પૂનડીયા અને કુણાલ દિલીપભાઈ પુનડિયા સામે ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.