આરોગ્ય:કોરોનાથી બનાસકાંઠા જિલ્લામાં પાંચમું મોત, આધેડના ફેફસાં બગડી જતાં પાલનપુર સિવિલમાં મોત

ડીસા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાથી જિલ્લામાં વધુ એક 55 વર્ષીય આધેડનું શ્વાસની તકલીફના લીધે મોત નિપજી ગયું છે. આરોગ્ય વિભાગે જાહેર કર્યું કે ડીસાના સદરપુરના આધેડના ફેફસા બગડી જતા મોત નીપજ્યું હતું. તેમણે પાલનપુર સિવિલના આઇસોલેશન વોર્ડમાં આખરી દમ લીધો હતો.

ડીસા તાલુકાના સદરપુર ગામના શંકરભાઇ હીરાભાઈ પરમાર 7 મે ના રોજ અમદાવાદથી સદરપુર ગામે આવ્યાં હતાં. જે દરમિયાન તેઓને શરદી અને ખાસીના લક્ષણો જણાતાં 16 મે ના રોજ સમૌ પીએચસીમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને 23 મે ના રોજ ડીસાની કોવિડ હોસ્પિટલમાં સેમ્પલ લેતાં તે સેમ્પલ પોઝિટિવ આવ્યું હતું.

જ્યાં પ્રથમ ડીસાની ભણસાલી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.ડીસા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.જે.એચ.હરીયાણીએ જણાવ્યું હતું કે‘તેમને શ્વાસની તકલીફ હતી અને ફેફસાં બગડી ગયા હતા. જેના લીધે તેમનું મોત નિપજ્યું હતું.’ ઉલ્લેખનીય છે કે આ અગાઉ કુલ 4 ના મોત થયા હતા. જેમાં પાલનપુર કોવિડ હોસ્પિટલમાં 2 મોત થયા હતા. જ્યારે ડીસાની ભણસાલી હોસ્પિટલમાં 2 મોત થયા હતા. જેમાં ભાગળ ગામના ફાતિમા ગુલામરસુલ ઢુક્કા, ધાનેરાના શાહરુખ સૌકતભાઇ મુસલા, થરાદ તાલુકાના નારોલી ગામના વતની અને અમદાવાદના ચાંદખેડા રહેતાં હરગોવનદાસ હસમુખલાલ ત્રિવેદી,ડીસાની ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતાં અને અમદાવાદથી આવેલા રમીલાબેન રમેશભાઇ શાહનું અવસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...