તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ડીસા પંથકમાં કોલ્ડ સ્ટોરેજની એનપીએ લોન મુદ્દે બેંકો આક્રમક બનતાં ખેડૂતો ચિતિંત

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોએ ડીસાના નાયબ કલેકટર અને મામલતદારને આવેદન આપી રજૂઆત કરી

બટાકા નગરી ડીસા પંથકમાં બટાકાનો સંગ્રહ કરતાં કેટલાંક કોલ્ડ સ્ટોરેજના લોન ખાતાં એનપીએ થતાં બેંક દ્વારા કબજો લેવામાં ન આવે તેવી માંગણી સાથે ખેડૂતોએ ડીસાના નાયબ કલેકટર અને મામલતદારને શુક્રવારે આવેદન આપી રજૂઆત કરાઇ હતી અને બેંકો દ્વારા જો હુકમી કરાશે તો ખેડૂતોએ ભૂખ હડતાળ પર બેસવાની ચિમકી ઉચ્ચારી છે. ડીસાના કેટલાંક કોલ્ડ સ્ટોરેજ માલિકોના લોન ખાતાં એનપીએ થતાં બેંકો દ્વારા હવે કોલ્ડ સ્ટોરેજનો કબજા લેવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે પરંતુ આ વર્ષે બટાકાનું મબલખ ઉત્પાદન થતાં મોટાભાગના કોલ્ડ સ્ટોરેજ હાઉસફૂલ થઇ ગયા છે.

જ્યારે બીજી તરફ જે કોલ્ડ સ્ટોરેજમાં બટાકા મૂક્યા છે. એવા પણ કેટલાંકને બેંક દ્વારા સીલ મારવા અને કબજા લેવાની કાર્યવાહી કરાશે તેવી માહિતી મળતાં કોલ્ડ સ્ટોરેજમાં જે ખેડૂતોના બટાકા પડ્યા છે તે ખેડૂતો ચિંતામાં મૂકાઇ ગયા છે. એક તરફ વારંવાર મંદીને કારણે ખેડૂતોને મોટું નુકશાન થયું છે તો બીજી તરફ હવે સ્ટોરેજમાં બટાકા પડ્યા હોય અને બેંક દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો ખેડૂતોને પડતાં પર પાટુ જેવો ઘાટ થાય તેવી સ્થતિ સર્જાશે. વળી અત્યારે ગરમીની સિઝનમાં અને જો બટાકા એક સ્ટોરેજમાંથી બીજા કોલ્ડ સ્ટોરેજમાં ટ્રાન્સફર કરવામાં આવે તો પણ બટાકા બગડી જવાની સંભાવના વધી જાય છે.

આથી એનપીએ થયેલા કોલ્ડ સ્ટોરેજ માલિકોને રાહત આપવા અને નવેમ્બર અને ડીસેમ્બર માસ સુધી તેમની સામે કાર્યવાહી અટકાવવાની માંગ સાથે શુક્રવારે ડીસાના ખેડૂતોએ નાયબ કલેકટર અને મામલતદારને આવેદન આપ્યું હતું. જો તેમ છતાં પણ બેંક દ્વારા કાર્યવાહી કરાશે તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે. તસવીર-બાબુ દેસાઇ

અન્ય સમાચારો પણ છે...