તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:ખેડૂતો પડતર પ્રશ્નોને લઇ કલેકટર કચેરી આગળ પ્રતિક ધરણાં કરશે

ડીસા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીસાની બનાસ નદીમાં આડબંધ બાધી પાણીનો સંગ્રહ કરવા માંગ

દેશભરમાં ખેડૂતો વિવિધ પ્રકારની માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે બુધવારે ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા દ્વારા પાલનપુર કલેકટર કચેરી ખાતે ધરણાં કરી આવેદનપત્ર સુપ્રત કરશે. ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોને મુંઝવતા એમએસપીનો કાયદો બનાવી ટેકાના ભાવથી હરાજી કરવી, બનાસકાંઠા જીલ્લામાં આવેલ દાંતીવાડા, સિપુ અને મુક્તેશ્વર ડેમ તેમજ ધાનેરા રેલ નદી નહેર દ્વારા પાણીથી ભરીને નદીઓને જ સજીવન કરવી, બનાસ નદીમાં ડીસા પાસે આડ બંધ બનાવીને પાણીનો સંગ્રહ કરવો, ટ્રેક્ટર ટોલીને આધુનિક ખેડૂતોનું બળદ ગાડું ગણીને પાર્સિંગ R.T.O.માંથી મુક્તિ અપાવી, ખેડૂતોના કોમર્શિયલ થ્રી ફેજ કનેક્શન મીટર લાગેલ છે તેમાં ફિક્સ ચાર્જ નાબૂદ કરવો, કેન્દ્ર સરકાર દ્વારા ટામેટા, ડુંગળી અને બટાકાનો ખેડૂતલક્ષી ટોપ યોજનામાં ગુજરાતનો સમાવેશ કરેલ છે.

તેમાં બે હેકટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળવો જોઇએ અને તે પણ અગાઉ સબસીડી આપી તે રીતે ખેડૂતોના ઉતારા ઉપર ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ મળે તેવા પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરાઇ છે. જેને લઇ ભારતીય કિસાન સંઘ દ્વારા તા.8 સપ્ટેમ્બરે સવારે 11-00 થી સાંજે 04-00 કલાક સુધી ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોની સરકાર સામે રજૂઆત કરવા માટે કલેકટર કચેરી પાલનપુર આગળ પ્રતિક ધરણા તથા આવેદનપત્ર આપશે તેમ ભારતીય કિસાન સંઘના મોહનલાલ માળી (ડીસા) એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...