તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:બટાકાના ભાવમાં મણે 100 રૂપિયાનો ઘટાડો થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

ડીસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુપી, બંગાળ, બિહાર, તમિલનાડુ અને મહારાષ્ટમાં બટાકાની માંગ ઘટી

બનાસકાંઠા જિલ્લાના સહિત ડીસામાં બટાકાનું વાવેતર દર વર્ષના જેમ પુષ્કળ થતાં ઉત્પાદન થયું હતું. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે સ્ટોરમાં પડેલ બટાકા હજુ સ્ટોરમાં જ હોવાથી ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વાર આવ્યો છે. પહેલા 20 કિલોએ 160 થી 180 રૂપિયા મળતો હતો. જ્યારે હાલમાં 60 થી 70 રૂપિયા આવી જતા ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી છે. થોડા દિવસો પહેલાં બટાકાના મણના ભાવ રૂ.160થી 180 હતા.

જ્યારે હાલમાં રૂ. 60 થી 70 રૂપિયા ભાવ ચાલી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને બટાકામાં ભારે નુકશાન થઇ રહ્યું છે. આ અંગે ખેડૂત ભરતભાઇ સુંદેશાએ જણાવ્યું હતું કે, ‘જિલ્લામાં કોલ્ડ સ્ટોરમાં 2 કરોડ 40 લાખ જેટલા કટ્ટા પડ્યા છે. યુપી, બંગાળ, તમિલનાડુ, મહારાષ્ટ્રમાં રોજની પચાસ ગાડીની માંગ હતી તે જગ્યા ત્યારે માત્ર 20 ગાડી મોકલવામાં આવે છે. જેથી ભાવમાં 20 કિલોના 100 રૂપિયા જેટલો ઘટાડો થતાં ખેડૂતોને મોટું નુકસાન થઇ રહ્યું છે.’

કોલ્ડ સ્ટોરેજમાં 70 ટકા બટાકાનો સ્ટોક છે
બનાસકાંઠાના કોલ્ડ સ્ટોરેજમાં 3.10 કરોડ કટ્ટા મુકવામાં આવ્યા હતા. જેમાંથી અત્યાર સુધીમાં 70 લાખ કટ્ટા જેટલો જ વેપાર થયો છે.લોકડાઉનને કારણે બોર્ડરો સીલ હોવાથી બટાકાની નિકાસ ઓછી થતા બટાકાનો સ્ટોક પડ્યો છે.નવેમ્બર અથવા ડિસેમ્બરમાં તો તમિલનાડુમાંથી નવા બટાકા બજારમાં આવી જશે. મોંઘા ભાવનું બિયારણ લાવી ખેતી કરી હોવાથી ખેડૂતોને મોટું નુકસાન થવાની સંભાવના છે.>કનવરજી વાધણીયા,ખેડૂત,રાણપુર-ડીસા

અન્ય સમાચારો પણ છે...